________________
વિજય
૭
તમારો નિશ્ચય હોય તે પણ લેકને દેખાડવાની ખાતર નાગદેવની પાસે જરા માથું નમાવે છે તેથી તમારી શ્રદ્ધા કંઈ છેક કલંકિત નહીં થાય. સમગ્ર પ્રજાને સુખશાંતિ મળતી હોય અને તમારે સહેજ માથું નમાવવું પડતું હોય તે એ કંઈ બહુ મોટી વાત ન ગણાય. અપવાદ કે અતિચારને મેલ પ્રાયશ્ચિત્ત કરવાથી કયાં નથી ધોઈ શકાતો?”
રાજા બોલ્યા: “એ બધી યુક્તિઓ નબળાને ભ્રમજાળમાં ફસાવવાને ભલે ઉપયેગી થાય. પાણીથી હાથપગને મેલ ધોવાય છે, પરંતુ એટલા જ ખાતર જાણી જોઈને હાથપગને મલિન કરવા એ બુદ્ધિમાનને ન શોભે. ખરે શક્તિશાળી પુરુષ કઈ દિવસ અપવાદ નથી સેવતે. સમકિતની રક્ષાને ખાતર રાજ્ય-ઋદ્ધિ તો શું પણ મારા પિતાના પ્રાણના અને પુત્રપરિવારને પણ ભેગ આપવા હું તૈયાર છું.”
ગાડીને આ સામર્થ્ય અને શ્રદ્ધાનું તેજ અસહ્ય થઈ પડ્યું. તેણે ક્રોધાવેશમાં આવી રાજાના સર્વ શરીરે દંશ દીધા. એક એક દંશમાં મહાવિકરાળ વેદના થવા લાગી. એટલું છતાં મુખથી તે અરિહંત ભગવાન અને તેમનાં પ્રરૂપેલાં તત્ત્વોની જ સ્તુતિ કરી રહ્યો. | સ્વર્ગમાં બેઠેલા દે અને તેમને પતિ શકેંદ્ર પણ આ કસોટી જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. તેમણે આકાશમાંથી
એકદમ પુની અને સુવર્ણની વૃષ્ટિ કરી. દુંદુભિનાદથી વિશ્વનું વાતાવરણ ખળભળી ઊઠયું. વિજયકુમાર આકરામાં આકરી કસોટીમાંથી શુદ્ધ કાંચનરૂપે બહાર આવ્યું, તેના આનંદમાં જાણે પશુ-પક્ષીઓ અને વૃક્ષો પણ ભાગ લેતાં હેય તેમ સર્વત્ર પ્રસન્નતા પ્રવતી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com