________________
વિજય
૨૫
એ નજરે દેખાતી વાતને પણ એ અસ્વીકાર કર્યો. “સૂર્યમાં જે અંધકાર સંભવે તો જ વીતરાગમાર્ગમાં એ અનાચાર સંભવે. ” એ રાજાએ દઢભાવે ઉત્તર આપે.
દેવતાએ વિચાર કર્યો કે આવી સાધારણ કસોટીથી કદાચ રાજા નહીં ચળે. તેને પિતાની એક-બે યુક્તિઓ નિષ્ફળ જવાથી કોઈ પણ ચડ્યો હતો. આ વખતે તેણે રાજાની સાથી વધુ ભયંકર કસોટી કરવાનો નિશ્ચય કર્યો.
તેણે શહેરભરમાં સર્પોને ભારે ઉપદ્રવ ઉપજાવ્યું. રાજાના મંત્રી, રાજાના હિતૈષીઓ અને અનુચરાને પણ તેણે સ્વપ્નમાં આવી કહી દીધું કે : “જેઓ નગરનાં મંદિરને વિષે નાગેની મૂર્તિ સ્થાપી તેની ભક્તિભાવ સાથે પૂજા કરશે તેને આ સર્પો કોઈ પ્રકારે રંજાડશે નહીં. ” મૃત્યુના ભયથી લોકો નાગેન્દ્રની પૂજા કરવા લાગ્યા. ઈષ્ટદેવને એક બાજુ મૂકી નાગ જ જાણે દેવને દેવ હોય એવી તેની ઉપાસના થવા લાગી. મૃત્યુના ભયને નિવારવા માણસે શું શું નથી કરતા ?
રાજા વિજયકુમારને તેની આવી ચંચળ વૃત્તિ જોઈ બહુ લાગી આવ્યું. આયુષ્ય પૂર્ણ થયા પછી નાગ તો શું પણ સંસારમાં એવી કઈ શક્તિ નથી કે જે આયુષ્યને એક ક્ષણ પણ લંબાવી શકે, છતાં લોકો જીવતરની આશાએ કેટલા ઘેલા બને છે એ દેખાવ જોઈ રાજાને બહુ આશ્ચર્ય થયું.
રાજમહેલમાં અને અંતઃપુરમાં પણ ઠેકઠેકાણે ભારે વિષધર બેરિંગ દેખાવા લાગ્યા. સ્ત્રી, પુત્ર ને પરિચારિકાઓ પણ સર્પના ભયથી ધ્રુજવા લાગી. રાજાએ પોતાને રાજમહેલ બદલાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com