________________
રક
જય અને કેવળી ભગવાને પ્રકાશ પાડ્યો. વિજયકુમારનું ચિત્ત સમતિના પાકા રંગથી રંગાયું. વીતરાગ ધર્મને વિષે તેને દઢ શ્રદ્ધા બેઠી. તે શુદ્ધ સમકિતને પાળતે થકે, જિનપૂજા, તીર્થયાત્રા, સંઘભક્તિ વગેરે કરી મિથ્યાત્વને અંધકાર ટાળવા ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યા. અડગ સમક્તિધારી તરીકે વિજ્યકુમારની ખ્યાતિ દશે દિશામાં પ્રસરી ગઈ. ઈ સભામાં એક વાર તેની ભારે સ્તુતિ કરી: “મેરુપર્વતની જેમ વિજયકુમાર પોતાની શ્રદ્ધામાં–સમકિતમાં એ અડગ છે કે દેવતાઓ પણ તેને ચળાવી શકે નહીં.” ઇંદ્રની આ અનુમોદના એક મિથ્યાત્વી દેવને ન રુચી. તેણે નિશ્ચય કર્યો કે કઈ પણ પ્રકારે વિજયકુમારને ચળાવ અને ઈંદ્રની સ્તુતિને વ્યર્થ બનાવવી. દેવતાના ઉપસર્ગ પાસે એક પામર મનુષ્યનું શું ગજું? એમ ધારી તે વિજયકુમારની શ્રદ્ધાને કસોટીએ ચડાવવા એક જૈન સાધુને વેષ પહેરી તેની રાજસભામાં આવ્યું અને રાજાના પિતાના મિત્ર કે સલાહકાર જે જ બની તેની પાસે રહેવા લાગ્યા.
પહેલવહેલાં એ જેનાભાસે રાજાને અનુકૂળ રહી જૈનતત્વમાં, વીતરાગ પ્રભુનાં વચનમાં શંકા ઉપજાવવાના વિવિધ પ્રયત્ન કર્યા, પણ વિજયકુમારે તેની એક પણ શંકા કાને ન ધરી, એટલું જ નહીં પણ તેની શંકાના એવા સચોટ ઉત્તર યુક્તિપૂર્વક આપ્યા કે પેલા જૈનાભાસ દેવતાને આખરે એ માર્ગ તજી દઈ બીજી સહેજ આકરી કસોટી કરવાની ફરજ પડી.
તેણે પોતાની દેવતાઈ શક્તિના પ્રભાવથી દુરાચારીમાં પણ દુરાચારી એ એક જૈન સાધુ રાજાને બતાવ્યું અને જૈન સંઘ લગભગ આવા સાધુઓ અને આવી સાધ્વીઓથી જ ભરેલ છે એમ કહ્યું. પરંતુ રાજાએ પોતાની પાકી શ્રદ્ધાના બળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com