________________
૩૨
હંસમારું નામ પૂછે છે? લકે તે મને હંસ કહે છે.” રાજાએ મૂળ સવાલને જ ઉડાવી દીધે.
આવા બહેરા માણસ સાથે નકામી માથાકૂટ કરવાથી નકામે વખત જશે એમ ધારી ભીલ ત્યાંથી ચાલી નીકળે. હંસરાજાએ એક મોટા ધર્મસંકટમાંથી છુટકારો મેળવ્યો.
થોડે દૂર ગયે એટલે એક તપસ્વી મુનિરાજ સામેથી આવતા દેખાયા. આવા બીહામણું જંગલમાં સંસારના તારણહાર સમા એક જૈનમુનિના દર્શન થયાં તેથી રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે એક સારા શ્રાવકને છાજે તેવી રીતે મુનિરાજને વંદન કર્યું અને સુખશાતા પણ પૂછી. મુનિરાજને અહીં રોકાવાનું કંઈ ખાસ કારણ ન હોવાથી તેઓ પિતાના માર્ગે ચાલ્યા ગયા.
કેટલીક વારે રાજાને બે ભીલ સામા મળ્યા. એ બન્ને જણા કોઈની શોધમાં હોય એમ તેમની વ્યગ્રતા પરથી સ્પષ્ટ થતું હતું. તેઓ આસપાસ નજર નાખતાં રાજાની પાસે આવી ઊભા રહ્યા.
એ અપશુકનીઆળ સાધુ કઈ તરફ ગયે ?એક ભીલે રાજાની સામે જોઈ પૂછ્યું.
હંસરાજા તેનો કંઈ જવાબ આપે તે પહેલાં જ બીજે ભીલ બેલી ઊઠ્યો: “અમારા સરદાર–પલ્લી પતિને એ સાધુનું અપશુકન નડયું અને અમારે બધાને લુંટફાટ કરવા જવાને વિચાર માંડી વાળ પડ્યો, એટલે હવે તે એ સાધુને વધ જ થવું જોઈએ.”
પોતે કેવી મુશ્કેલ સ્થિતિમાં મુકાય છે તે હંસરાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com