Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ રાજા ૩૭ આવી નિર્ભય અને સત્ય વાણું સાંભળી દુશ્મન રાજાના લોભી માણસો પણ દાંતમાં આંગળી નાંખી ગયા. હવે શું કરવું ? એનો વિચાર ચાલે છે એટલામાં આકાશને વિષે દેવતાઓએ તંદુભિના નાદ કર્યા. “ સત્યવાદી રાજા હંસને જય” એ જયધ્વનિ તરફ થઈ રહ્યો. તમારા સત્ય અને અહિંસાવ્રત ઉપર હું સંતુષ્ટ થયા છું. મેં પોતે જ તમારા મનને નસાડી તમારા રાજ્ય અને સંપત્તિની રક્ષા કરી છે. જે ચિત્રી પૂર્ણિમાની યાત્રા કરવા તમે નીકળ્યા છે તે દિવસ આજે જ છે, માટે મારી સાથે આ વિમાનમાં બેસી જિનેશ્વરનાં દર્શન કરવા પધારે. ” એમ કહી દેવતાએ રાજા હંસને બહુમાન સાથે પોતાના વિમાનમાં બેસાર્યા. રાજા હંસે ખૂબ ભક્તિભાવથી તીર્થયાત્રા કરી. પિતાના દુશમન રાજાને પણ ક્ષમા આપી બંધનમુક્ત કર્યો. તેની આ પ્રકારની ઉદારતા જોઈ દે અધિક પ્રસન્ન થયા. સત્ય, અહિંસા અને જિનભક્તિનો પ્રભાવ જ એ છે કે જેઓ વિવેકપૂર્વક એ વ્રત પાળે તે મનુષ્યને તો શું પણ દેવતાઓને પણ પિતાના દાસ જેવા બનાવી દે છે. રાજા હંસનું જીવન એ જ વ્રતને મહિમા પ્રબોધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102