________________
રાજ
૩૫
જોઈએ. ખરેખર કહી વો કે તમે એ લૂંટારાઓને જોયા છે કે નહીં ?” સૈનિકની ઉત્સુકતા વધી પડી.
રાજા સમજતે હતો કે જે તે કંટારાઓનું રહેઠાણ બતાવે તે લોહીની નદી વહ્યા વિના બીજું કંઈ સારું પરિણામ ન આવે. તે હિંસાથી અને અસત્યથી પણ બચવા તેમ જ લૂંટારાઓને બચા- * વવા માગતા હતા. તેણે જવાબ વાળે: “હું સાચું જ કહ્યું છું કે મેં મારી નજરે એ લૂંટારાઓને જોયા નથી, પણ તમારે તે પહેલાં કરતાં પણ વધુ સાવધ રહેવાની જરૂર છે. ”
રાજાનાં વચન અને તેના ઇવનિ ઉપરથી સુભટોને લાગ્યું કે આમાં કંઈક રહસ્ય છે. તેમણે ખૂબ સાવચેતીથી સંઘનું સંરક્ષણ કરવાનો નિશ્ચય કર્યો અને સંઘની સાથે જોડાઈ ગયા.
પિલા બખોલમાં બેઠેલા લૂંટારાઓએ વિચાર કર્યો કે: “આ માણસે આપણને મરતા બચાવી લેવા કેવી સરસ યુક્તિ કરી ? જે તેણે સહેજ ઈસારો સરખે પણ કર્યો હોત અને એ રીતે આપણે બખોલ સુભટોને ચીંધી હેત તે આપણું બધાનાં માથાં અહીં ને અહીં જ ધડથી જુદાં થઈ જાત. આ દયાળુ પુરુષે આપણને બચાવી લીધા એ બદલ આપણે સૌએ તેના ચરણમાં પડી તેનું દાસત્વ જ સ્વીકારવું જોઈએ.” બધા લૂંટારાઓ ભેગા થઈ આ દયાળુ રાજાના પગમાં નમી પડયા અને રાજાએ પણ હવે પછી લૂંટ કે હિંસા ન કરવાની સલાહ આપી.
પેલી તરફ દંડીનગરના કર્ણને રાજાએ હંસરાજાના બધા ધનભંડાર લૂંટી લીધા, પણ તેને એટલાથી જ સંતોષ કેમ થાય? હંસરાજા જે પરાક્રમી વિરોધી જીવતે હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com