________________
પુંજ
હું આવ્યું તે હતે આપને હરાવવા, પણ હું પોતે જ તમારા ચારિત્રબળ પાસે હારી ગયે. તમે જ્યારે અદત્તાદાનવિરમણ વ્રત અંગીકાર કર્યું ત્યારે હું તમારી પાસે જ ઊભે હતા. એ વખતે મને થયેલું કે આ શેઠ ભલે વ્રત લે, પણ એ વ્રત તેનાથી પળાવું બહુ મુશ્કેલ છે, પરંતુ હવે મને સમજાય છે કે આપ જેમ વ્રત લઈ શકે છે તેમ તેને અખંડપણે નભાવી પણ જાણે છે ખરા. તમારા જેવા વ્રતધારીઓને મારાં સેંકડો વંદન છે !”
એ પ્રમાણે કહી એક વિદ્યારે આપને પ્રણામ કર્યા. એ જ વખતે તેણે છુપાવી રાખેલા આપનાં બધાં માણસોને હાજર કર્યા. પેલે ઘડે પણ રજૂ કર્યો અને તે ઉપરાંત પુષ્કળ દ્રવ્ય આપના ચરણમાં ધર્યું. આપે એ દ્રવ્ય લેતાં પહેલાં ખૂબ આનાકાની કરી. એ દ્રવ્ય ઉપર મારે કંઈ જ અધિકાર નથી.” એ વાત આપે વિદ્યાધરને યુક્તિપૂર્વક સમજાવી, છતાં આખરે વિદ્યાધરના આગ્રહથી એ દ્રવ્ય આપને લેવું પડ્યું. આપે તેને ઉપગ ધર્મના કાર્યોમાં કરી અધિક પુણ્ય પ્રાપ્ત કર્યું. એ પુણ્ય તેમ જ એ વ્રતનિષ્ઠાના પ્રતાપે જ આપ આજે આટલી અખૂટ લક્ષમી અને વૈભવને ઉપગ કરી રહ્યા છે.”
આ વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન થયું. એક સામાન્ય વ્રતના પાલનથી જે આટલું સુખ મળે તે શુદ્ધ ચારિત્રનું પાલન મનુષ્યને કેટલી ઊંચી પદવીએ પહોંચાડે તે તેને બરાબર સમજાયું. છેવટે તેણે શુદ્ધ વૈરાગ્યપૂર્વક દીક્ષા ગ્રહણ કરી અને એ રીતે પિતાને માનવ-જન્મ સફળ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com