________________
હંસરાજા
કુશાવર્ત દેશમાં આવેલા રાજપુર નગરને ભારે ભૂપતિ હોવા છતાં રાજા હંસ હમેશાં રાજ્યના કામકાજમાં એટલે ગુંથાયેલે રહેતે કે વારંવાર ભાવના ભાવતાં છતાં તે તીર્થ યાત્રાએ નીકળી શકતો નહીં. યાત્રાથે નીકળવાનો વિચાર કરે ને ન હોય ત્યાંથી ઉપાધિ આવે. કઈ વાર દુશ્મનની સામે થઈ પ્રજાનું રક્ષણ કરવાનું હોય, કેઈ વાર પ્રજાને ન્યાય આપવાને હોય, તે વળી કઈ વાર મંત્રીઓ અને નગરજનો સાથે મળી પ્રજાકલ્યાણ વિષે ચર્ચા કરવાની હેય.
રાજપુરથી થોડે દૂર એક પર્વત ઉપર શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્ય હતું. ચૈત્રી પૂર્ણિમાને દિવસે ભાવિકેનાં ટેળે ટોળાં પ્રભુના દર્શન માટે ત્યાં જતાં અને એ આખો દિવસ ધર્મધ્યાનમાં ગાળતાં. આ વખતે તે ગમે તે ભેગે પણ ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવી એ રાજા હંસે નિશ્ચય કર્યો. વચમાં કાંઈ વિધ્ર ન નડે એટલા માટે પૂર્ણિમા પહેલાં જ તે રાજ્યની સીમામાંથી બહાર નીકળી ગયે.
હજી અરધે રસ્તે પહોંચ્યું નહીં હોય એટલામાં પાછળથી એક દૂત દોડતું આવ્યું. તેણે રાજા હંસને કહ્યું: “ આપણા રાજ્ય ઉપર દંડી નગરને રાજા કણજીન ચડી આવ્યા છે અને રાજ્યના ભંડાર લુંટવાની તૈયારીમાં છે. મંત્રીએ છાની રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com