________________
જય અને શ્રેણિના અધીશ્વરની પુત્રી–વૈજયંતી અને ઉત્તર શ્રેણીના અધીશ્વરની પુત્રી જયંતીની સાથે ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન કર્યા.
એ રીતે પિતાથી ત્યજાયેલા બન્ને રાજકુમારે એ પોતાના બળથી સ્વતંત્ર રાજ્ય મેળવ્યાં અને રાજકુમારીઓ સાથે વિવાહ કરી પિતાના કુળની પ્રતિષ્ઠા જમાવી. વખત જતાં એ ઉભય બંધુને પિતાને વિરહ અસહ્ય થઈ પડ્યો. તેમને થયું કે “આપણે પિતાથી દૂર રહી રાજ્યનાં સુખ ભોગવીએ અને પિતાની સેવા–ભક્તિથી વંચિત રહીએ તે આપણે પુત્ર તરીકેનો ધર્મ નથી પાળતા એમ જ જગતમાં કહેવાય, માટે આપણે એક વાર પિતાનાં દર્શન કરવા અને જે તેઓ અનુમતિ આપે તો તેમની સેવા ઉઠાવવા તૈયાર રહેવું.”
પછી બંને ભાઈઓ સ્ત્રી, પરિવાર, વિદ્યાધર અને સેના સહિત પિતાના નંદિપુર નગર ભણી ચાલી નીકળ્યા. નંદિપુર પાસે પહોંચતાં, વૃદ્ધ પિતાને આ કોઈ જમ્બર શત્રુ યુદ્ધ કરવા આવે છે એ ખોટે ભાસ થયે, તેથી પિતા અને પુત્રના સૈન્યની વચ્ચે ભારે યુદ્ધ જામે એવી સ્થિતિ ઊભી થઈ; પરંતુ વિજયકુમારે પિતાના દેહના ભોગે એ સ્થિતિ અટકાવવા સૈનિકોને બદલે પોતે જ રણમેદાનમાં આગળ વધે અને સૈનિકના પ્રહાર સહ, તેમની સાથે ઝૂઝત, પિતાના પગમાં આવીને નમી પડ્યો.
પિતાને પિતાની ભૂલ સમજાઈ. વિજયકુમારને પ્રેમથી છાતી સરસ દાખે અને તેની બન્ને દુર્બળ આંખમાંથી નેહની અશુધારા વહેવા લાગી. ભારે મહોત્સવપૂર્વક પ્રજાએ પણ તેમનું સામૈયું કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com