________________
વિજય
૨૧
આગળ
ચાલવા લાગી. તે જેમ જેમ આગળ વધવા લાગી તેમ તેમ રાજકુમારે પણ નિરાશ થવા લાગ્યા. આખરે વિજયાકુમારીએ પેાતાની વરમાળ પેલા ઠીંગણા અને બદસુરત રાજ. કુમારના ગળામાં પહેરાવી અને તે જ વખતે સ્વયંવર–સભા આવા અપમાનને લીધે એકદમ ખળભળી ઊઠી. દેવાંશી રાજકુમારીને તજી, એક અજાણ્યા-કદરૂપા–ઝીંગણા પુરુષને વરમાળ પહેરાવી કુંવરીએ સમસ્ત રાજકુંવરોનું સખત અપમાન કર્યું છે એમ સાને લાગ્યું. એ અપમાનના બદલે લેવા રાજકુમારોએ પેાતાનાં આયુધ તૈયાર કર્યો.
એટલામાં તે આકાશમાર્ગે એક દેવિવમાન આ તરફ આવતું દેખાયું. તેમાંથી એક તેજસ્વી પુરુષ બહાર આવ્યે. તેણે સર્વે રાજપુત્રાને સમજાવીને કહ્યુ કે “ જેને તમે ઠીંગણા માણસ માની યુદ્ધ કરવા તૈયાર થયા છે તે બળ, પરાક્રમ અને મંત્રશક્તિમાં તમારા કરતાં હજારગણુા વધી જાય તેવા છે. તેનુ યથાર્થ સ્વરૂપ તમે જોશે ત્યારે જ તમને સમજાશે કે તે રૂપમાં પણ કેાઇ દેવતાથી ઊતરે તેવા નથી. ” વિદ્યાધરના આવાં વચન સાંભળી સૈા સ્તબ્ધ બની ગયા.
તે પછી વિદ્યાધરે વિજયકુમારને વિનંતિ કરી કે “ દક્ષિણ શ્રેણિના અધીશ્વર આપને પેાતાની કન્યા પરણાવવા માગે છે. હું તેમના એક સેવક તરીકે આપને પ્રાના કરવા આવ્યા છું.
""
વિજયકુમારે વિચાર્યું કે લક્ષ્મી ચાંલ્લે કરવા આવે એ વખતે માં ધાવા જવું એ ઠીક નહીં. પછી મૂળ રૂપ પ્રકટ કરી સ્વયંવરમાં વરેલી રાજકન્યા વિજયાને પેાતાની સાથે લઈ વિજયકુમાર વિદ્યાધરાના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com