________________
વિજય
“રાજન ! આમ શેક કરવાનું કંઈ કારણ નથી. તમારો મોટે ભાઈ દેવની જેમ સ્વેચ્છાએ વિચરે છે અને ખૂબ આનંદમાં છે. હું ધારું તો તમારા બન્ને ભાઈઓને સંગમ આ ક્ષણે જ કરાવી શકું, પણ નાના ભાઈની રાજઋદ્ધિ જોયા પછી ભાઈ ઈર્ષ્યાથી બળી ઊઠે અને કલેશનાં ઝેરી બી થવાય એવો મને પિતાને ભય રહે છે, એટલે જ હું તમને તમારા ભાઈ સાથે મેળવવા ખુશી નથી. ” નિમિત્તકના આ છેલા શબ્દો વિજયકુમારને શલ્યની જેમ ખુંચ્યા. મોટા ભાઈને ઈર્ષ્યા ઉપજે એ વાત તે તે શી રીતે માની શકે? કારણ કે આ રાજ્ય, ખરું જોતાં તે મોટા ભાઈને જ આભારી હતું.
વિજયકુમારે કહ્યું: “એવી અણઘટતી વાણી ન બેલે. જે મારે માટે ભાઈ અન્નના એક કળીઆની જેમ આ રાજ્ય મને સોંપી અહીંથી ચાલી નીકળે તે મારા પ્રત્યે ઈર્ષ્યા લાવે એ અસંભવિત છે. હું એની વતી જ. આ રાજ્ય ચલાવી રહ્યો છું. છત્ર અને ચામરને પણ મેં એ ભાઈના વિરહને લીધે પહેલેથી જ ત્યાગ કરી દીધું છે. મારું અંતર ચીરીને તું જોશે તે ત્યાં પણ મોટા ભાઈની યાદગીરી તને દેખાશે.”
આ જમાનામાં આ બંધુભાવ, આવી નિઃસ્પૃહતા ખરેખર દુર્લભ છે. થોડા સ્વાર્થની ખાતર જે વખતે ભાઈ પિતાના જ ભાઈનું સત્યાનાશ વાળવા તલસતો હોય એવા જમાનામાં જયકુમાર અને વિજયકુમારને આ પ્રકારને બંધુભાવ કોને હર્ષથી રોમાંચિત ન કરે? અંધકારમાં ગુંગળાતા મનુષ્યને જેમ એકાએક સૂર્યનાં દર્શન થાય તેમ આટલી પરીક્ષા કર્યા પછી વિજયકુમારને મોટા ભાઈ જયકુમારે દર્શન આપ્યાં. બન્ને બંધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com