________________
જય અને પરંતુ તે એક મહાન રાજ્યને ભોક્તા હોવાથી, પિતાને આદરસત્કાર બરાબર થાય કે નહીં તે વિષે સંદેહ ઉપજે તે વિચારવા લાગ્યું કે “મૈત્રી કે બંધુતા હમેશાં સરખે-સરખા વચ્ચે જ હોઈ શકે. એક મહાન રાજા અને મારા જેવા એક રઝળતા મુસાફર વચ્ચે પૂરેપૂરી બંધુતા ન પરિણમે, માટે પહેલવહેલાં કઈ એક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરું અને પછી જ ભાઈને મળું તે ઠીક.” આ વિચાર કરી તે રાજ્યમંત્રનું સ્મરણ કરવા લલચાયે, પરંતુ અનેક દિવસેના ભેગપગ અને પ્રમાદને લીધે તે મંત્ર તે ભુલાઈ ગયે હતે. મંત્રબ્રણ થવાથી તેને ઘણો ખેદ થયે. સંસારનાં સામાન્ય સુખમાં પડી જવાથી માણસ પોતાની પાસે રહેલી બીજી દૈવી અને અપૂર્વ સિદ્ધિને કેવી રીતે ગુમાવી બેસે છે તેનું તેને ભાન થયું. તે પોતાના પ્રમાદને ધિક્કારવા લાગ્યા. સંસારસુખરૂપ મદિરામાં ચકચૂર બનવાથી માણસ આખરે કે મતિશૂન્ય બની જાય છે !
હરકોઈ પ્રકારે ભાઈને મળવું એ નિશ્ચય કરી તેણે અષ્ટાંગ નિમિત્ત જાણનાર નિમિત્તિનું રૂપ લીધું. તે વિજયકુમાર પાસે પહોંચી કહેવા લાગ્યા: “હે ભૂપતિ ! મારા નિમિત્તપ્રજ્ઞાના પ્રતાપથી તમારે વાસ, પ્રવાસ, દિવ્ય વસ્તુની પ્રાપ્તિ તથા ઐશ્વર્ય વિષે બધી વાતને ખુલાસો હું કરી શકું છું. ”
આટલું સાંભળતાં જ વિજયકુમારને પોતાને જૂને ઈતિહાસ યાદ આવ્યા. પ્રવાસના દુ:ખના દિવસોમાં મોટા ભાઈએ કરેલે ઉપકાર તેની નજર આગળ ખડો થયો. તે બોલી ઊઠ્યા: “બીજું તો ઠીક, પણ હેનિમિત્તક! મારે મોટો ભાઈ કયાં છે? મને ક્યારે મળશે?”વિજયકુમારની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com