Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ જય અને પરસ્પર પ્રેમથી ભેટ્યા અને જાણે ઘરના આંગણે જ કલ્પવૃક્ષ ઊગ્યું હોય એ આલાદ અનુભળે. બને ભાઈઓએ સાથે વસીને આ પ્રમાણે કેટલાક સમય જવા દીધે. તે દરમિયાન મોટા ભાઈએ, નાના ભાઈની મદદથી પેલે ભૂલાયેલે મંત્ર યાદ કરી લીધું. રાજત્રાદ્ધિ મંત્રના જાપથી તેને ભેગાવતીનું રાજ્ય પ્રાપ્ત થયું. પછી તે પોતાની બે સ્ત્રીઓ અને કામલતાને સાથે લઈ વિજયકુમાર પાસે જ એક જુદા મહેલમાં રહેવા લાગ્યા. પરાક્રમ અને ન્યાય જેમ પરસ્પર શોભાવે તેમ બને ભાઈએ પોતપોતાના ગુણને લીધે જગપ્રસિદ્ધ થયા. એક દિવસે વિજયકુમારે એક સ્વપ્ન જોયું. તેમાં જયંતીપુરીના રાજાની પુત્રી પિતાને સ્વયંવર-મંડપમાં વરતી હોય એમ લાગ્યું. પ્રાત:કાળ થતાં, તેણે રાજ-કારભાર મોટા ભાઈને સુપ્રત કરી જયંતીપુરી તરફ પ્રયાણ કર્યું અને રાજકુંવરીના જે સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારે વિવિધ વસ્ત્રાલંકારો પહેરી બિરાજ્યા હતા ત્યાં એક ઠીંગણું–શ્યામવર્ણ, રાજકુમાર તરીકે છેક છેલ્લા આસન ઉપર તેણે સ્થાન લીધું. સારા યે સ્વયંવર-મંડપને પોતાના સૈાદર્યના તેજથી ચકિત કરતી રાજકન્યા વિજયા હાથમાં વરમાળ લઈ બરાબર વચમાં આવીને ઊભી રહી. લજજા અને સંકેચથી ભરેલાં નેત્રવતી એક વાર તેણીએ રાજકુમારની સભાનું નિરીક્ષણ કર્યું. વસ્ત્રો અને અલંકારને બાહ્યાડંબર વિજયા જેવી કેળવાયેલી રાજકુમારીને છેતરી શકે એમ ન હતું. એક પછી એક રાજકુમારનાં ગુણગાન સાંભળતી અને તેમનાં વદન નીરખતી તેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102