________________
વિજય
૧૭
બંધાઈ ચુક્યા છો એવી દલીલ લાવી શકે પણ રાજકુંવરી મને કઈ રીતે ચાહી શકે એવી મારી શરીર-સ્થિતિ નથી. હું મારું સ્વરૂ૫ બરાબર સમજું છું. હું પિતે જ રાજકુંવરીને કોઈ યોગ્ય વર સાથે પરણાવવાની છૂટ આપું છું.”
આ પ્રમાણે કેટલાક દિવસ સુધી રાજા અને જયકુમાર વચ્ચે રકઝક ચાલી. જયકુમાર તે રાજાની અને કુંવરીની કસોટી જ કરવા માગતો હતો. આ કસોટીમાં તેઓ કંચનરૂપે સિદ્ધ થયાં. તે પછી જયકુમારે પોતાનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું અને તે જ વખતે નગરમાં અપૂર્વ આનંદ અને તૃપ્તિને મહાપ્રવાહ ફરી વ. જયકુમાર કઈ જંગલમાં વસનારે મેલો-ઘેલે, જંગલી કે અઘોરી પુરુષ નથી, પણ એક દેવાંશી રાજપુરુષ છે એવી લોકોને ખાત્રી થઈ. ચોગ્ય મુહૂર્ત રાજાએ મહત્સવપૂર્વક પોતાની કન્યા સાથે જયકુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
કેટલાક દિવસ સુધી જયકુમારે અહીં રહી સ્વર્ગીય સુખ ભગવ્યું, પણ એક વાર બે સખીઓની વાતચીત તેને કાને પડી અને તેને બધે રસ ઊડી ગયો. સખીએ તે માત્ર એટલું જ કહ્યું કે “આ આપણુ રાજાનો જમાઈ છે અને પોતાના સાસરાને ત્યાં રહી લહેર ઉઠાવે છે.” ઉત્તમ પુરુષે હમેશાં પોતાના ગુણેથી જ પ્રખ્યાતિ મેળવે છે, તેઓ પોતાના મામાના કે શ્વસુરના પ્રતાપે માન-પાન મેળવવામાં હીણપત સમજે છે એ સત્ય કુમારને સાંભરી આવ્યું. શ્વસુરના રાજ્યનો ત્યાગ કરવા તેનું મન અધીરું બન્યું.
પણ અહીંથી નીકળી કયાં જવું? શું કરવું? એ વાતને વિચાર થઈ પડ્યું. નાના ભાઈ વિજયકુમાર પાસે જવાનું દિલ થયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com