________________
વિજય
૧૫
માગે જતે હતો ત્યાં પાસેની જ સુભગ નામની એક નગરીમાં હજારો માણસોને એક ઠેકાણે એકઠાં થયેલાં અને અંદર અંદર કંઈક ચર્ચા કરતાં તેણે જોયાં. કુતૂહળને લીધે જયકુમાર નીચે ઊતર્યો. પોતાને કેાઈ એકદમ ઓળખી ન લે તે સારુ તેણે શ્યામ વામન સ્વરૂપ ધર્યું. તે જેમ જેમ પેલા ટેળાની પાસે આવવા લાગ્યો તેમ તેમ લેકે બીજું બધું પડતું મૂકી તેના વિચિત્ર રૂપ સામે એકીટસે જોઈ રહ્યા. આ કાળે અને આ ઠીંગણે માણસ એ લોકોએ ભાગ્યે જ કોઈ દિવસે જે હશે.
જુઓ ! જુઓ ! આ કઈ દેવાંશી પુરુષ અધરથી ઊતરી આવ્યા છે.” ટેળામાંથી એક જણે મશ્કરી કરતાં કહ્યું.
અહો ! એમને જોતાં જ રાજકુંવરી મેહિત થઈ જાય એવું તો એમનું રૂપ છે.” બીજાએ ઉમેર્યું.
જયકુમાર પિતે જે અરીસામાં પોતાનું રૂપ નીહાળે તો તેને પણ હસવું આવ્યા વિના ન રહે. આવા બેડોળ અને મેલાઘેલા માણસ પાસે કંઈ વિદ્યા કે મંત્રબળ હોય એમ કઈ જ ન માને. ટેળાના માણસો તેને જોઈ-જોઈને ભાતભાતની ટીકાઓ કરવા લાગ્યા. કુમાર તે સાંભળતા અને મનમાં ને મનમાં હસતે ટેળાની વચમાં આવી ઊભે રહ્યો. તેણે જોયું તે એક રાજકુમારી સપના દંશથી મૂછિત થયેલી પડી હતી.
સુભાગ રાજાની એ ભાગિની નામની કુંવરીને અજાણતાં સર્પ કરડ્યો હતે. જે કઈ મંત્રશાસ્ત્રી એ કુંવરીને મૃત્યુના મુખમાંથી બચાવે તેને રાજાએ એક હજાર અશ્વ, સેંકડો હાથી અને એ કન્યા સુપ્રત કરવાની ઉઘેષણ કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com