Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ વિજય ૧૩ દીધી. પ્રમાદ, વિલાસ અને ભેળપભેગમાં ભાન ભૂલેલા પુરુષની કેવી દશા થાય છે તેને માટે બે બેધપાઠ મળ્યા. તે પ્રમાદનિદ્રામાંથી જાગે અને એક મેગીની જેમ નગર છેડીને ચાલી નીકળે. તે માર્ગે જતું હતું એટલામાં સામેથી એક ડોશી આવતી દેખાઈ. આ ડેશી તે બીજું કે નહીં પણ કામલતાની જ પાલક-માતા હતી એમ તે જોઈ શક્યો. ડેશીએ પણ રાજકુમારને ઓળખી લીધે. કુમાર કંઈ બોલે તે પહેલાં જ ડોશીએ કુમારને અતિ દીનભાવે પગે લાગી કહ્યું કેઃ “આ આપની સંપત્તિ આપ જ સંભાળે. અમારા જેવાં અજ્ઞાન મૂઢ માણસને કુટીબદામ જેટલી પણ ઉપયોગી નથી.” પછી પેલો મણિ કુમારના પગ પાસે મૂકી, પિતાના અપરાધ બદલ કરગરી કુમારની ક્ષમા માગી. કુમાર સમયે કે આ પ્રસંગે ક્રોધ કર નકામે છે. જે કે મનમાં તે તે સળગી રહ્યો હતો અને આ લુચી ડોશીને શિક્ષા આપવા તેના હાથ સળવળી રહ્યા હતા, પણ એક તે વૃદ્ધો પ્રત્યેના વિનયને લઈને અને બીજું કાર્ય સિદ્ધ થયા પછી ક્રોધ કરવો નકામે છે એ વિચાર કરીને તેણે ક્રોધને મનમાં ને મનમાં જ શમાવી દીધો. કામલતાને પોતાને આ કાવતરામાં કંઈ જ ભાગ ન હતું એમ પણ તે ડેશીના કહેવા ઉપરથી જાણી શકયે. અત્યારસુધી કામલતા પ્રત્યે જે ઉદાસીનતા રાખી રહ્યો હતે તે ઊડી ગઈ અને એટ પછી સમુદ્રમાં ભરતી આવે તેમ તેનું અંતઃકરણ કામલતા તરફ પ્રબળ આકર્ષણ અનુભવી રહ્યું. ડોશીમા ચાલ્યાં ગયાં. દિવ્ય ઔષધી ગુમાવ્યાના શેકમાં શું કરવું તે કુમારથી ન સમજાયું. એક તરફ કામલતાનું આકર્ષણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102