________________
વિજય
યુક્તિ ગોઠવી. કુમારને ચંદ્રહાસ નામની મદિરા પાઈ છેક બેશુદ્ધ બનાવી દીધો. પછી તે પૂરેપૂરે મૂર્જીવશ થયે ત્યારે ગુપ્ત વસ્ત્રને છેડે બાંધેલ મણિ છેડી લઈ તેની જગ્યાએ તેવી જ જાતને એક પત્થર બાંધી દીધે. કુમાર જ્યારે ઘેનમાંથી જાગ્યો અને મણિને બદલે પત્થર જે ત્યારે તેને પોતાની મૂઢતા ઉપર ઘણે જ તિરસ્કાર છૂટ્યો. વેશ્યાની સોબતમાં રહી પોતે કેટલે પતિત થયે હતો તેનું તેને ભાન થયું. એ તો ઠીક થયું કે માત્ર મણિ જ લઈ લીધો, પણ મદિરાના ઘેનમાં જે કોઈએ તેનું ગળું કાપી નાખ્યું હોત તો આ ઉત્તમ નરભવને એટલેથી જ અંત આવી જાત, એમ માની તેણે પશ્ચાત્તાપ સાથે એ ગૃહનો ત્યાગ કર્યો. કામલતાને પણ આથી ઘણે ખેદ થયા. કુમારના કેટલાક ગુણે ઉપર તેને હવે અનુરાગ બંધાયો હતો.
વૃદ્ધાએ મણિ ચોરી લીધે તે ખરે, પરંતુ યોગ્યતા વિના જે વસ્તુ મળે છે તે ગમે તેટલી મૂલ્યવાન હોવા છતાં તેને પૂરેપૂરે લાભ મળી શકતો નથી, એ સત્યનો જિંદગીમાં આ પહેલી જ વાર અનુભવ કર્યો. ભારેમાં ભારે ઓષધી હાથ લાગે પણ તે કેમ વાપરવી એનવિધિ ન આવડતો હોય તો ઔષધી પણ નકામી જ થઈ પડે. વૃદ્ધાના વિષયમાં પણ એમ જ બન્યું. મણિની પાસે કેવી રીતે માગણી કરવી, વિધિપૂર્વક કેવી રીતે મંત્ર જપ એમાંનું તે કંઈ જ જાણતી ન હતી. ઈષ્ટ વસ્તુને આપનાર મણિ ડોશીને તે પથ્થરના ટુકડા જેવો જ લાગ્યો. તેને થયું કે આમાં લાભ કરતાં પણ પોતાને જ અધિક નુકશાન થયું છે એમ વિચારી તે આકંદ કરવા લાગી. હવે જે કુમાર કયાંઈ મળે તે તેની પાસે પશ્ચાત્તાપ કરી, ક્ષમા યાચી આ મણિ સુપ્રત કરી દે એવા નિશ્ચય સાથે તે કુમારની શોધમાં બહાર નીકળી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com