Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ વિજય મારાથી રાજગાદી ન લેવાય.” પરંતુ પ્રધાને, સામંતે અને પુરજનેએ તે તરફ બહુ લક્ષ ન દીધું. તેમણે તે એક જ જવાબ વાળ્યો કે “આપના મોટા ભાઈ અમારે સંપૂર્ણ માન્ય છે, પરંતુ આ આકાશવાણ રાજા તરિકે તો આપને જ અભિષેક કરવાનું ફરમાવે છે. દેવ–આજ્ઞાનું અમારાથી ઉલંઘન ન થાય.” ઈચ્છા નહીં છતાં વિજયકુમારે કામપુર નગરનું સિંહાસન સ્વીકાર્યું અને મોટા ભાઈને તત્કાળ શોધી કાઢવાનો અનુચરને હુકમ કર્યો. જયકુમારે આ દેખાવ દૂર રહી છુપાઈને જોઈ લીધું. પોતે જે પ્રગટ થાય તે નાનો ભાઈ આગ્રહ કર્યા વિના ન રહે, તેથી ભાઈના કલ્યાણમાં જ પોતાની કુશળતા માની તે વિદ્યાધરની જેમ આકાશમાગે ઘણા દૂરના દેશાવરમાં પહોંચી ગયે. અનુચરે પણ તપાસ કરતાં થાકીને પાછા ફર્યા. * એક દિવસે જયાપુરી નામની નગરીમાં જયકુમાર ફરતે હતે એટલામાં રૂપ–સાંદર્ય અને લાવણ્યથી નીતરતી એક નવવના તેની નજરે પડી. જયકુમાર તેના રૂપમાં મેહમુગ્ધ બન્ય. એ રૂપવતી યુવતીનું નામ કામલતા હતું અને તે પોતાનાં રૂપને તથા દેહને વેચી પોતાની આજીવિકા ચલાવતી હતી. જયકુમારે આ હકીકત જાણું, વેશ્યાએ માત્ર ધનની જ સગી હોય છે એ જાણવા છતાં મોહાંધ કુમાર કામલતાની પાછળ ઘેલ બન્યા. યક્ષે આપેલ મણિના પ્રતાપે તે અખૂટ ધન-સંપત્તિ મેળવી શકે એમ હતું, તેથી ધનની ચિંતા કર્યા વગર તે કામલતાની મોહજાળમાં બંધાઈ ભાતભાતના ભેગે પગ ભેગવવા લાગ્યો. કામલતાની વૃદ્ધમાતાને આશ્ચર્ય થયું કે “ આ પરદેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102