________________
જય અને કંઈ નેકરી, વેપાર કે ધંધે કરતો નથી, વળી તેની સાથે કંઈ વિશેષ માલમિલકત નથી, છતાં જ્યારે જરૂર પડે ત્યારે હજારો સોનામહાર કાઢી આપે છે તે બધું કયાથી આવતું હશે?”કામલતા પોતે તે સરળ હૃદયવાળી સ્ત્રી હતી, પરંતુ આ વૃદ્ધા બહુ જ કપટી અને સ્વાથી હતી. તેણે કામલતાને સમજાવી, જયકુમાર આ બધી લક્ષ્મી ક્યાંથી–કેવી રીતે મેળવે છે? તે વાતનો ખુલાસો મેળવી લેવા આગ્રહ કર્યો. કામલતાએ કહ્યું કે: “આપણે એ પંચાતમાં શા સારુ પડવું જોઈએ? આપણે તો ધનની સાથે કામ છે ને ? તે ગમે ત્યાંથી મેળવતો હોય, આપણે જાણીને શું કરવું છે?” પણ કપટી વૃદ્ધાને એ જવાબથી સંતોષ ન થયો. વૃદ્ધ માતાના વારંવારના આગ્રહથી કામલતાએ એક દિવસે લાગ જોઈને જયકુમારને પૂછયું : “આપ જ્યારે જરૂર પડે ત્યારે સોના-રૂપાની અદ્ધિ ક્યાંથી મેળવી લે છે?” જયકુમારને સ્પષ્ટ જવાબ આપતાં સંકેચ તે જરૂર થયે, પણ કામલતા જેવી એક સુંદરીને કદાચ પ્રેમ ઊડી જાય એ ભય લાગવાથી તેણે પેલા મણિનું માહાસ્ય સમજાવ્યું. મણિના પ્રતાપે જ લક્ષમી આવી મળે છે એમ તેનાથી કહેવાઈ જવાયું.
કામલતાએ પિતાની વૃદ્ધ માતાને એ વાત કહી. પછી તો કટકે કટકે-દ્રવ્ય લેવું તે કરતાં તે દ્રવ્યના મહાસાગર જેવા મણિનું જ ગુપચુપ હરણ કરી લેવું, એવી વૃદ્ધાએ પોતાના મનની સાથે ગાંઠ વાળી. દૂધના પાત્ર સામે બિલ્લીબાઈ જેમ તાકી રહે તેમ પેલી ડોશી પણ જયકુમારના મણિ તરફ જ લક્ષ આપવા લાગી.
જયકુમાર એકદમ છેતરાઈ જાય એ તદન કાચો ન હતો. કેટલાક દિવસ એમ ને એમ ચાલ્યા ગયા ત્યારે ડોશીએ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com