________________
જય અને “રાજકુંવરીને મહેલમાં લઈ ચાલે.” જયકુમારે રાજાના એક અનુચરને કહ્યું. તેની આજ્ઞામાં જ એટલી આત્મશ્રદ્ધા હતી કે અનુચરો તરત જ જયકુંવરીને પાલખીમાં સુવાડી મહેલમાં લઈ ગયા.
જયકુમારે કેટલીક બાહા ક્રિયાઓને મોટો આડંબર કર્યો. તે જે ધારે તે પિતાની પાસે રહેલી દિવ્ય ઔષધીવડે રાજકુંવરીને તે જ ક્ષણે મૂછમાંથી જાગૃત કરી શકે પણ બાહ્ય દેખાવ કે આડંબર વિના લોકોની શ્રદ્ધા મેળવી શકાતી નથી, એવો વિચાર કરી તેણે કેટલાક સમય વિતાવ્યા અને જાણે કે બહુ જ શ્રમ તેમજ સાધનાને અંતે રાજકુંવરી ઝેરી અસરથી મુકત થઈ હોય એવી છાપ પાડી:
રાજકુંવરી બચી જવાથી રાજાને અને નગરજનોને ઘણે જ આહૂલાદ ઉપજે. પણ આવા બેડેળ-કદરૂપા પુરુષને રાજકન્યા શી રીતે પરણાવવી? એ એક મોટી ચિંતા થઈ પડી.
શરૂઆતમાં જેમણે જયકુમારની મશ્કરી કરી હતી તેમને પણ પશ્ચાત્તાપ થયે. આંખને અપ્રિય લાગે એવા બદસુરત માણસમાં કેટલીક વાર વિદ્યા, કળા અને મંત્ર વેગનું ભારે સામર્થ્ય રહેલું હોય છે એમ લકે જોઈ શક્યા.
રાજા પોતે પણ વિમાસણમાં પડ્યો. આવા બેડોળ માણસને પિતાની રૂપવતી કન્યા આપવી એ વાંદરાના ગળે મોતીને હાર બાંધવા જેવું જ લાગ્યું, પણ તે વચનથી બંધાઈ ચૂક્યા હતા.
જયકુમાર રાજાને વિનવવા લાગ્યો. “રાજન મારા જેવા એક કદરૂપા માણસને આપ આપની કન્યા સાથે પરણાવો એ મને પિતાને પણ ઉચિત નથી લાગતું. આપ કદાચ વચનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com