________________
૧૪
જય અને બીજી તરફ દિવ્ય ઔષધી પાછી મેળવવાની તીવ્ર ઝંખના. આ બે મૂંઝવણે અત્યારે તેના મનને મૂંઝવી રહી હતી.
એક વૃક્ષને આશ્રયી તે બેઠા હતા ત્યાં અચાનક એક જંગલી જે પુરુષ આવીને તેની પાસે ઊભા રહ્યા અને લુગડાનો છેડે છેડી કંઈક બતાવતો તે બોલ્યા: “મેં ઘણા ઘણા સુજ્ઞ પુરુષોને પૂછી જોયું, પણ આ વસ્તુને કેવી રીતે ઉપયોગ કરે એ કોઈ સમજાવી શકાયું નથી, આપ એ વિષયમાં કંઈ સમજાવી શકશે ?”
આ જંગલી પુરુષની બુદ્ધિ જ બહેર મારી ગઈ હતી. જે એમ ન હોત તો જરૂર આ કુમારને દૂરથી જોઈને તે નાસી જાત, પણ સ્વાર્થ આંધળો હોય છે. એ સ્વાર્થે જ તેની બુદ્ધિશક્તિ હરી લીધી હતી.
કુમારે એ વસ્તુ જોઈ. પ્રમાદમાં ગુમાવેલી દિવ્ય ઔષધી ફરતી ફરતી પિતાની પાસે જ આવી ચડી. તે જે તેને અનહદ આનંદ થયો. પછી પેલા પુરુષને સંબોધીને તે બેલી ઊઠ્યો: દુષ્ટ ! આ ઔષધી ક્યાંથી લાવ્યા ?”
આ પ્રશ્ન સાંભળતાં જ દિવ્ય-ઔષધીને ચોર ગભરાયો. તેણે કુમારને ઓળખ્યો અને બીજી જ ક્ષણે જીવ લઈને જંગલમાં નાસી ગયે, પુણ્ય જ્યાં સુધી પહોંચતાં હોય છે ત્યાં સુધી ગુમાવેલી વસ્તુ પોતે જ તેના ખરા માલીકની પાછળ ઘેલી બની તેને શોધતી શોધતી પાછી પિતાની મેળે આવી ચડે છે અને જેનાં પુણ્ય પરવાર્યા હોય છે તેને વિશ્વની સારભૂત ઉપયોગી વસ્તુ પણ કંઈ જ કામ આવતી નથી; એ સિદ્ધાંત વિષે કુમારને દઢ શ્રદ્ધા બંધાણ.
એ રીતે કેટલાક દિવસો ચાલ્યા ગયા. એક દિવસે તે આકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com