________________
જય અને માટે બહેતર છે કે મારે અહીંથી ચાલ્યા જવું. આ વિચાર કરી વિજયકુમારને કંઈક બહાનું બતાવી દૂર ચાલ્યા ગયે.
વિજયકુમાર ઉદ્યાનમાં બેઠો બેઠો કંઈક વિચાર કરે છે એટલામાં નગરના પ્રધાન વિગેરે અધિકારીઓ એક મદઘેલા હાથી, મનહર અશ્વ અને છત્ર, ચામર, કળશ આદિ સામગ્રી સાથે ઉદ્યાન તરફ જ આવતાં હોય એ દેખાવ તેની નજરે ચડ્યો. આગળ હાથી, તે પછી અશ્વ અને તેમની પછવાડે સુંદર વસ્ત્રાલંકારોથી સજજ રાજપુરુષો ધીમે ધીમે ચાલતા હતા.
પેલે હાથી જાણે કે કોઈની પ્રેરણાથી પ્રેરાત હોય તેમ સીધે વિજયકુંવર પાસે આવીને જ અટકી ગયે. તે જ વખતે પેલા અધે પણ આનંદસૂચક હણહણાટી કરી વધામણી આપી. જોતજોતામાં હસ્તિએ વિજયકુંવર ઉપર કળશ ઢ અને તેને જાળવીને ઉપાડી પિતાની પીઠ ઉપર સ્થા.
રાજપુરુષો પણ સમજી ગયા કે થોડા વખત ઉપર રાજાના સ્વર્ગવાસને લીધે જે રાજગાદી ખાલી પડી છે તેને શુભવવા માટે આ જ કુંવરનું નિર્માણ થઈ ચૂકયું છે. અધિકારીઓ અને પ્રજાજનેએ “જય જય!”ના શબ્દોથી આકાશ ભરી દીધું. તે જ સમયે દેવવાણ થઈ કે “દેવતાઓની પણ આજ પુરુષને રાજગાદી આપવાની ઈચ્છા છે. જે કઈ તેને રાજા તરીકે સ્વીકાર નહીં કરે તેને શિક્ષા કરવામાં આવશે.” સર્વ સામંતે અને પ્રધાનેએ વિજયકુમારને ઉદ્દેશી પિતાનાં મસ્તક નમાવ્યાં.
વિજયકુમારે તે ઘણું યે કહેવા માંડયું કે –“મારા મોટા ભાઈ આટલામાં જ કયાંક હશે અને મોટા ભાઈને મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com