________________
જય અને એક તે અતિથિ અને તેમાં ચે વળી ભાગ્યશાળી, ધર્મપ્રિય રાજકુમાર હોય તો તેમને સત્કાર પણ આપ કહો છો તેમ અપૂર્વ રીતે જ થ જોઈએ. ”
“ તે સાંભળ, હું તેમને ત્રણ દિવ્ય વસ્તુઓ આપવા માગું છું. એક તો એવો મહામંત્ર કે જેનું પવિત્ર અંત:કરણે સાત વાર સ્મરણ કર્યું હોય તો સાતમે દિવસે રાજ્યઋદ્ધિ પ્રાપ્ત થાય. વળી તેમને એક મણિ આપવા માગું છું કે જેના પ્રતાપે તે પિતાની ઈચ્છા પ્રમાણે પિતાની આકૃતિ પલટાવી શકે, આકાશમાં ઊડી શકે, સર્વ પ્રકારનાં ઝેરથી સહીસલામત રહી શકે અને સમૃદ્ધિ તથા ભેગે પગ પણ આપોઆપ હાજર થઈ જાય અને ત્રીજી એક એવી વસ્તુ આપવા ઈચ્છું છું કે જે મહિષધીના પ્રભાવે શસ્ત્ર, અસ્ત્ર, ભૂત, પ્રેત, અગ્નિ, પાણી, સર્ષ વગેરે તેને કંઇ જ હાનિ ન પહોંચાડી શકે. ”
“નાથ! આ ભાગ્યશાળી રાજકુમારોને એ જ યોગ્ય છે. મારી પણ એવી ઈચ્છા છે કે આપણા આશ્રયે રાતવાસો રહેલા જિનેશ્વરભગવાનના આ ભક્તો કેઈ દિવસ દુઃખી ન થવા જોઈએ.”
જયકુંવર બેઠે બેઠે આ વાત સાંભળે છે. તેને તે ખાત્રી જ હતી કે યક્ષ-યક્ષિણ સિવાય આવા ગાઢ જંગલમાં બીજું કંઈ જ ન હોય. તેને પોતાનાં ભાગ્યદય વિષે હવે કઈ પણ પ્રકારની શંકા ન રહી. પ્રસન્ન થયેલાં ભાગ્ય પ્રારંભમાં તો થોડું દુઃખ દેખાડે છે, પણ પરિણામે તે સુખની પરંપરા જ પ્રાપ્ત થાય છે. એ સત્ય તેને બરાબર સમજાયું. તે મનમાં ને મનમાં જ વીતરાગદેવની સ્તુતિ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com