________________
જય અને આમ અચાનક ઉશ્કેરાઈ જવાનું શું કારણ મળ્યું હશે તે આ બન્ને ભાઈઓ કળી શક્યા નહીં, છતાં પિતાની આજ્ઞા તેમણે માથે ચડાવી અને પિતાના મહેલ તરફને માર્ગ લીધે.
જય અને વિજય વિચાર કરવા લાગ્યા: “પિતાજીને જરૂર કેઈએ ભંભેર્યા છે. જ્યાં આપણું માન ન જળવાય ત્યાં પડી રહેવું તે કરતાં તે પરદેશમાં જઈ પોતપોતાના પરાક્રમવડે સન્માન સાથે જીવવું એ જ વધારે ઈષ્ટ છે. એક રીતે દેવે જ આપણને આગળ વધવાની આ સરસ તક આપી છે, માટે કેઈની ઉપર ઈર્ષ્યા કે દ્વેષ ન આણતાં ભાગ્યબળની પરીક્ષા કરવા દેશાંતરમાં ચાલ્યા જવું એ જ એક રાજમાર્ગ છે. ”
પૂવે પુણ્ય કર્યા હશે તે સુખસંપદા ગમે ત્યાંથી આવી મળશે અને જે ભાગ્યમાં નહીં હોય તે બાપે મેળવેલી રાજસદ્ધિ પણ આપણુથી રીસાઈ જવાની.” એવો નિરધાર કરી એ બન્ને ભાઈઓ નંદિપુરની બહાર નીકળી ગયા. જતાં જતાં પિતાને સંબધી એક અન્યક્તિ નગરના મુખ્ય દ્વાર ઉપર લખતા ગયા.
“ ત્રાજવું જે એ ગર્વ ધરાવતું હોય કે મારે લીધે જ સર્વ વસ્તુઓને સરખે તેલ થાય છે, તે એનું એ અભિમાન નકામું છે. ત્રાજવું પોતે જ પક્ષપાત કરીને જે ભારે હોય છે તેને નીચે રાખે છે અને જે હલકું હોય છે તેને ઊંચે ચડાવે છે. ”
સાગરના ઊંચે ઉછળતાં મોજાં જે એમ માનતાં હોય કે સાગરના ગર્ભમાં રહેલાં રત્ન કરતાં પણ દુનિયા અમારી વધુ કિંમત આંકશે તે તેમાં છેતરાય છે. સમુદ્રના તળિયે રહેનારાં રને પિતાના તેજને લીધે મેટા મહીપતિઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com