________________
વિજય
ચેત રહેજે, હું રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું અને તારા કલ્યાણની ખાતર જ આટલું કહેવા સારુ અહીં સુધી આવી છું. ”
સ્વપ્નમાંથી જાગૃત થતાં જ રાજા સ્વપ્નની વાત ઉપર વિચાર કરવા લાગ્યા. જય વિજય જેવા વિનયી પુત્રો પિતાને હણે એ વાત તેને કોઈ રીતે ગળે ન ઊતરી. ગભરામણને લીધે તેના અંગે-અંગમાંથી પસીને છુટવા લાગ્યા. એટલામાં તે શ્રીમતી પણ ત્યાં આવી પહોંચી. તેણે પણ પોતાને આવું જ સ્વપ્ન આવ્યાનું વૃત્તાંત નિવેદન કર્યું. રાજાને ખાત્રી થઈ કે એકી સાથે બે જણને એક સરખું સ્વપ્ન આવે એમાં જરૂર કંઈક સત્ય હોવું જોઈએ. જય અને વિજય જેવા વહાલા પુત્રને વિયેગ તેને અસહા થઈ પડ્યો. પણ અધિષ્ઠાત્રી દેવીએ ભાખેલું ભવિષ્ય યાદ આવતાં તે એકદમ ઊભું થયે અને બીજું કંઈ સાહસ ન કરતાં તરતમાં જ જય અને વિજયને કારાગૃહમાં પૂરવાને નિશ્ચય કર્યો.
પહેરેગીરને બોલાવી હુકમ કર્યો: “જય અને વિજયનું હે જેવા હું નથી માગતો. એ બન્ને ભાઈઓને આ મહેલમાં પ્રવેશ કરવાની સખત મનાઈ કરવામાં આવે છે.” આજ્ઞાના પ્રત્યેક શબ્દમાં રાજાને ક્રોધ ઊભરાઈ આવતો હતો. હુકમ સાંભળી પહેરેગીર ચાલ્યા ગયા. શ્રીમતીને તો આજે સોનાને સૂર્ય ઊગવાનો હતો. તેના અંતરમાં અપાર આનંદ વ્યાપે એમાં કંઈ કહેવાપણું જ ન હોય.
પ્રાત:કાળ થયે એટલે બન્ને રાજકુમાર નિત્યના નિયમ પ્રમાણે પિતાના પગ પૂજવા મહેલના દરવાજા પાસે આવી ઊભા રહ્યા. પહેરેગીરે ધ્રુજતા ધ્રુજતા રાજાની આજ્ઞા સંભળાવી. પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com