________________
ચિરતાવળી
ભાગ ૧ લા.
જય અને વિજય
પર્
એ નગરનુ નામ નદિપુર. એની શેાભા અને સમૃદ્ધિ કેાઈ પાર વગરની હતી. દુઃખ, દારિદ્રય, દુર્ભાગ્ય કે દુર્ભિક્ષ જેવા શબ્દ પણ કેાઈ દિવસ કાને ન પડે. એના રાજાનું નામ ધ રાજ હતું. તે જેવા શૂરવીર હતા તેવા જ ન્યાય—નીતિમાં નિપુણ હતા. તેને શ્રીકાંતા, શ્રીદત્તા અને શ્રીમતી નામની ત્રણ રાણીઓ હતી. ત્રણે રાણીએ પુત્રવતી હતી. શ્રીકાંતાના પુત્રનુ નામ જય અને શ્રીદત્તાના પુત્રનુ નામ વિજય.
જય અને વિજય કાંતિમાં દેવને પણ શરમાવે તેવા હતા. બાળપણથી જ તેએ વડીલે। અને ગુરુને વિષે ભક્તિભાવ ધરાવતા. મારનાં પીંછાંને જેમ કેાઈ ચીતરવા નથી જતુ, સ્વભાવથી જ જેમ તે મનેાહુર હાય છે તેમ આ બન્ને ભાઈનાં હૃદય પણ સ્વભાવથી જ ધર્મ પરાયણ હતાં.
શ્રીકાંતા અને શ્રીદત્તાની જેમ શ્રીમતીને પણ એક પુત્ર હતા. તેનું નામ નયધીર. શ્રીમતી ખીજી રાણીએ કરતાં વધુ સ્વાથી હતી, પણ કાદવમાંથી સુંદર કમળ જન્મે તેમ નયખીર પેાતાના ગુણેાને લીધે સાને વહાલા લાગતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com