________________
વાની જિજ્ઞાસા હેય છે. બીજા વિષયમાં વ્યાખ્યાન સમયે ઊંધનારા મનુષ્ય પણ જ્યારે કાંઈ કથાપ્રસંગ આવે છે ત્યારે ટટાર થઈને સાંભળવા બેસે છે અને તેમાં આવતી વાર્તા ધ્યાનપૂર્વક સાંભળે છે. સ્ત્રીઓ, નાનાં બાળકે અને બીજા પણ કઈ રમૂજી વાર્તા કહેતું હોય ત્યાં એક મનથી સાંભળવા ઊભાં રહે છે. આ પ્રમાણે સાંભળતાં કથાઓમાં-ચરિત્રમાં આવેલા વૈરાગ્ય, નીતિ, સત્વ, સૌજન્યતા, સત્યપ્રતિજ્ઞા વગેરે ગુણો ઘણું કરીને સર્વ પ્રકારનાં મનુષ્યોનાં મનરંજન કરવાને તથા તેમને તેવા ગુણવાળાં થઈ વ્યવહારમાં સન્માર્ગે પ્રવર્તાવવાને ઉત્તમ ગુરુરૂપ થઈ પડે છે, માટે બુદ્ધિમાન પુરુષોએ ચરિત્રગ્રંથરૂપ અતિથિનું પ્રીતિપૂર્વક અવલેકિન અને શ્રવણરૂપ વિનોદવડે આતિથ્ય કરવું યોગ્ય છે.”
આ પ્રમાણે કથાનુયોગનાં આવાં પુસ્તક જનસમુદાયને અનેક રીતે ઉપયોગી નીવડે છે. આવી કથાઓનાં પુસ્તકે સન્મિત્રોની માફક સન્માર્ગે દેરે છે, સમય આનંદમાં પસાર કરાવે છે. ઉત્તમ ગુણેની પ્રાપ્તિ કરાવે છે, અધમતા મુકાવે છે અને પ્રાંતે આ લેક પરલેકનાં સર્વશ્રેષ્ઠ સુખે અપે છે. આવી ઉત્તમ વૈરાગ્યપષક અને સન્માર્ગદર્શક કથાઓનાં પુસ્તકે જેમ વધારે વંચાય તેમ વધારે ફાયદો કરે છે. આવાં ઉત્તમ પુસ્તકોને જેમ બને તેમ વધારે પ્રચાર કરો, તેવા પ્રચાર કરનારને બને તેટલી સહાય આપવી અને કથાનો સાર જીવનમાં ઉતારવા પ્રયાસ કરવા તે જ ઉત્તમ મનુષ્ય ભવ અને ઉત્તમ જૈનધર્મ પામવાને લહાવો છે. તથાસ્તુ!
ભાવનગર ) સંવત ૧૯૮૭
કાપડિયા નેમચંદ ગિરધરલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com