________________
વિજય
યક્ષ અને યક્ષિણ ત્રણ અપૂર્વ વસ્તુઓ આપી અદશ્ય થઈ ગયાં. રાત્રિના ત્રીજા પહેરને અંતે જ્યારે વિજય નિદ્રામાંથી જાગે ત્યારે જ રાતમાં બનેલ બનાવ સંબંધી બધી હકીકત કહી સંભળાવી.
આ ત્રણ વસ્તુઓ બેમાંથી કોણે રાખવી એ એક મહાપ્રશ્ન થઈ પડ્યો. મોટે ભાઈ જયકુંવર કહે: “ મારા નાના ભાઈ તરીકે મારે એ ત્રણે વસ્તુઓ તને જ સોંપી દેવી જોઈએ, કારણ કે તેના માટે તું જ ચગ્ય પાત્ર છે. ” નાનો ભાઈ કહે: “ તમે મોટા છે એટલે એ વસ્તુઓ તમારી પાસે જ રહેવી જોઈએ. યક્ષે તમને જ એ આપી છે, એટલે તેની ઉપર તમારો જ અધિકાર છે. ”
જયકુંવરે છેવટે નિર્ણય આપે કે “આપણે બન્ને મંત્ર જપીએ, પછી જેના ભાગ્યમાં હશે તેને રાજદ્ધિ પ્રાપ્ત થશે.” વિજયકુમારે એ નિર્ણય સ્વીકાર્યો.
બને ભાઈ મંત્ર જપવા બેઠા. જયકુંવરે તે માત્ર મંત્ર જપવાને દેખાવ જ કર્યો, કારણ કે તેની ઈચ્છા તે નાનો ભાઈ રાજ્યસંપત્તિ મેળવે એવી હતી. વિજયકુંવરે સાચા ભક્તિભાવથી મંત્રનો જપ કર્યો.
સૂર્યોદય થતાં બન્ને ભાઈઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે આકાશમાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયા. સાતમા દિવસને સૂર્ય ઊગે તે પહેલાં તેઓ કામપુર નગરમાં એક ઉદ્યાનમાં ઊતર્યા. જયકુમારને ખાત્રી હતી કે આજે સાતમે દિવસ હેવાથી ભાગ્ય પલટાવું જોઈએ. હવે જે હું પાસે હઈશ તો નાને ભાઈ મને રાજ્ય લેવા આગ્રહ કર્યા વિના નહીં રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com