Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ અવશ્ય સત્કાર્યો જ આચરવા લાયક છે અને પુન્યાનુબંધી પુન્યને જ બંધ કરવાથી જીવ સર્વ સિદ્ધિ મેળવી શકે છે. આ વગેરે અનેક બાબતે આ અનુકરણીય દષ્ટાંત બતાવે છે. (૨) હંસરાજા-સત્ય વચનથી થતા ફાયદા અને પ્રાપ્ત થતાં સુખ ઉપર કહેવામાં આવેલ આ દષ્ટાંત સત્યના સમર્થન માટે ખાસ મનન કરવા લાયક છે. સત્ય બોલતાં કસોટી થાય છે તેમાંથી પાર કેવી રીતે ઊતરવું તથા સત્ય બોલવા જતાં અન્યને આપત્તિ આવી જવાનો ભય હોય ત્યારે કેવી રીતે વર્તી સત્ય સાચવી અન્યને બચાવી લેવા તે માટે આ દષ્ટાંત ઉત્તમ સાધન પૂરાં પાડે છે. બુદ્ધિમાનોએ ખાસ વિચારવા લાયક દષ્ટાંત છે. (૩) લક્ષ્મીપુંજ-- કોઈની પડી રહેલ અગર અપાયા વગરની વસ્તુ (અદત્ત) ગ્રહણ કરવાથી કેવું નુકશાન થાય છે અને અદત્ત–ચોરી તજવાથી કેવાં શ્રેષ્ઠ ફળ મળે છે, તે હકીકત આ દષ્ટાન્ત સચોટ રીતે સમજાવે છે. કેઈ પણ માણસનું દ્રવ્ય ચેરી લીધાથી તેના પ્રાણ જવા જેટલું જ તેને દુઃખ થાય છે. આ વ્રતના આદરથી આ ભવ તથા પરભવને વિષે સર્વ પ્રકારની સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે હકીકત આ દષ્ટાંતથી બહુ સુંદર રીતે સમજાય છે. (૪) કલાવતી-શિયળ પાળવાના ઉત્તમ લાભો જગજાહેર છે. મંગ ફળે જગ યશ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પાપસ્થાનક ચેાથું વરજીએ. આ પ્રમાણે શ્રી યશોવિજયજી મહારાજ શિયળને પ્રભાવ વર્ણવી ગયેલ છે, તેની ખરી સાબિતી આ દષ્ટાંત પૂરું પાડે છે. કળાવતીને પ્રાપ્ત થતા નવા હાથને માટે શંકા થાય, પણ ઉત્તમ ગુણોની આચરણું ‘ઉત્તમ વસ્તુઓ અવશ્ય પ્રાપ્ત કરાવે જ છે. સદગુણ આચરવાની તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102