Book Title: Charitavali athva Katha Sangraha Part 01 Author(s): Sushil Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ ૩. લખાયેલ અનેક પુસ્તકે મોજૂદ છે; સાથે ગુજરાતી ભાષામાં પણ ઘણા જૂના કાળથી લખાયેલ પદ્યમય રાસા મેજૂદ છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધિમાં આવેલા આવા રાઓની સંખ્યા લગભગ બારસે ઉપરાંતની થવા જાય છે. જેને સાહિત્યકારોએ ગુજરાતી ભાષા ખીલવવામાં બહુ મોટો ફાળો આપે છે અને કથાસ્વરૂપે આપેલ રાસાઓના સાહિત્ય તરફ નજર ફેરવીએ ત્યારે જ આ વાતને ખ્યાલ આવે તેમ છે. જેના કથાઓને સુંદર વિભાગ હજુ મૂળ સ્વરૂપે પુસ્તકમાં લખાયેલ છપાઈને બહાર પડવો ઘણો બાકી છે અને તે બહાર પડશે ત્યારે ગુજરાતી ભાષામાં પણ સાહિત્યદષ્ટિએ ઘણું નવું અજવાળું પડશે. આ પ્રમાણે ઉપદેશાત્મક કથાઓને મોટો સંગ્રહ જેનકેમ ધરાવે છે અને તે કથાઓ આબાલવૃદ્ધ સર્વ જીવોને અનેક રીતે ઉપયોગી દિશાઓ સૂચવે છે. આ કથાઓના લેખકોએ અમુક વિશિષ્ટ ગુણને લક્ષીને કથા લખવાનો પ્રયાસ કરેલ હોય છે. આ સંસારમાં ઉપાધિ કરાવનાર, મોહને વધારનાર, સંસારજાળને ફેલાવનાર અને મુગતિમાં દોરી જનાર અધમ અવગુણ આચરવાથી, તેને સામાન્ય સ્પર્શ કરવાથી પણ કેવી રીતે જીવ અધ:પતન પ્રાપ્ત કરે છે અને તે દુર્ગણોને છોડીને તેના જ વિરોધી સદ્દગુણ આચરવાથી જ કેવું ઐહિક સુખ મેળવી શકે છે અને પ્રાંત દરેક આત્માનું લક્ષ્યબિંદુ જે શાશ્વત સુખ તે કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવવાને કથાકારેએ સારી રીતે પ્રયત્ન કરેલ છે. આવી કથાઓ લખતાં તેના રચનારા પિતાના પાત્રને એવી રીતે માહામ્ય બતાવે છે અને તેનામાં એવું શૌર્ય કે દૈવી પ્રભાવ દર્શાવે છે કે જે વાંચતાં તેવા ગુણેની પ્રાપ્તિ માટે શંકા ઉત્પન્ન થાય છે, પણ અનેક નરને સુષ્ટિ ઉપર વસે છે, તેમાં કઈ કઈ આવું મહાસ્ય અને વિશિષ્ટ પ્રભાવ મેળવે અને અમુક ગુણ આચરવાથી દેવે સંતુષ્ટ થઈ અનેક પ્રકારની શક્તિ આપે તેમાં ખાસ શંકાનું કારણ નથી. આવી વિશિષ્ટતા ધરાવનારાઓનાં જ ચરિત્રો લખી શકાય છે અને તેવાં દાંતોનું વાંચન જ ધારેલી અસર કરી શકે છે. મધ્યમ પ્રકારના છનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102