Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ચાલુ વૃત્તાંત કાંઈપણ નવીનતા દર્શાવતું નથી, તેથી તેવા વૃત્તાંતો ચાલુ જીવન ઉપર અસર ઉપજાવી શકતા નથી. આ જ રીતે દરેક કથાને પ્રાંતભાગે તે પાત્ર દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે તેનું પણ તે જ કારણ છે. જે પાત્રો ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે તેવાં હોય તેનાં દષ્ટાંતે જ અનુકરણીય થઈ શકે છે. આવી રીતે લખાયેલી કથામાં રહેલ રહસ્ય અને દરેક કથામાં ચર્ચવામાં આવેલ ઉત્તમ ગુણ જીવને નૈતિક જીવન સુધારવા, ધાર્મિકતા કેળવવા અને ઉત્તમ ગતિ પ્રાપ્તિ કરાવવા માટે માર્ગ દેખાડનારા થાય છે અને કથા વાંચીને તદનુસાર વર્તનાર છવો અવશ્ય ભાવી સુખ મેળવી શકે જ છે. આવી કથાઓ વગર માત્ર અપાયેલ ઉપદેશ જીવોને અસર કરી શકતો નથી, તેથી આવી કથાઓની અને તેના ફેલાવાની ખાસ જરૂર છે. આવી કથાઓની અંદર બીજા રસની સાથે ખાસ કરીને વૈરાગ્ય અને શાંત રસ વિશેષ રીતે પોષવામાં આવેલ હેાય છે, તેથી આવી કથાઓનાં વાંચનથી વાચક વૈરાગ્ય પામી સંસારનિર્વેદ સમજી શકે છે અને આચરી પણ શકે છે. આવી રીતે કથાસાહિત્ય અનેક રીતે ઉપયોગી છે અને સર્વ જીવને બોધપ્રદ છે, તથા ઉત્તમ રસ્તે દોરી જનાર છે. આ હેતુને લક્ષ્યમાં લઈને આ પુસ્તક બહાર પાડવાનો પ્રકાશકે પ્રયત્ન કરેલ છે. આ પુસ્તકની અંદર જુદા જુદા ગુણોની વિશિષ્ટતા દર્શાવનાર આઠ કથાઓ આપવામાં આવી છે. દરેક કથા વિસ્તારથી વિવેચનપૂર્વક આપવામાં આવી છે. આ પુસ્તકમાં આપેલ કથાઓમાં નીચે પ્રમાણે વિશિષ્ટ ગુણે દર્શાવવામાં આવ્યા છે. ( ૧ ) જય વિજયઆ કથામાં ધર્મ ઉપરની દ્રઢ શ્રદ્ધા અને ગમે તેવા ઉપસર્ગો થાય, વિપત્તિ આવી પડે તો પણ ધર્મમાર્ગમાંથી ચુત ન થનાર પરિણામે કેવી ઉત્તમ ઋદ્ધિસિદ્ધિ મેળવે છે, તે ખાસ સમજવા લાયક છે. વળી જય અને વિજય બંને બંધુઓને ભ્રાતૃભાવ તથા અન્ય અન્ય માટે અપાતું બલિદાન ખાસ વિચારવા લાયક છે, પુન્યશાળીને જ્યાં જાય ત્યાં પગલે પગલે ઋહિ મળે છે; તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102