Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ ઐહિક સુખ અને પ્રાંત ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી શક્યા છે તે દર્શાવવા તેનાં દષ્ટાતા દેખાડનારા હોય છે, કેટલાક ગ્રંથે કેવી રીતની આચરણ કરવાથી શ્રાવકધર્મ અને મુનિધર્મ બરાબર બજાવી શકાય તેની વિગત દર્શાવનારા હોય છે અને કેટલાક ગ્રંથે સૂર્યની, ચંદ્રની અને તારા સમુદાયની ગતિ કેવી રીતે થાય છે અને ઊર્વલોક, અધેલો, તિલોક અને મોક્ષપર્યત કેવી રીતે ચૌદ રાજલક રહેલ છે તેને વર્ણવનારા હોય છે. આ ચારે વિભાગો પૈકી કથાનુગના ગ્રંથો વાંચનાર અને સાંભળનાર બન્ને ઉપર સીધી અસર કરનારા હોવાથી અને તેનું રહસ્ય સમજતાં વિશેષ વખત લાગતો ન હોવાથી બાળજીવાને તે ગ્રંથ વિશેષ લાભ કરનાર છે અને વાંચનારાઓનું તરત ધ્યાન ખેંચનારા હોય છે. દ્રવ્યાનુયોગ વગેરે વિષય ચર્ચનારા ગ્રંથ આત્માને વિશેષ લાભ કરનારા, રહસ્ય સમજાવનારા અને ઊંડું જ્ઞાન આપનારા હોય છે, પણ બાળકને વિશેષ મતિ અગર સમયના અભાવે ઊંડું ચિંતવન કરવાને પરિચય ન હોવાથી તેવા ગ્રંથે તેવા છેવનું આકર્ષણ કરી શક્તા નથી. આવા કારણથી જ કથાનુયોગના ગ્રંથ વિશેષ ઉપયોગી અને વાંચનમાં પણ વિશેષ વપરાતા જોવામાં આવે છે. જેન લેખકો અને આચાર્યોએ જેન કથાઓ અનેક ઉપયોગી બાબતે દર્શાવવા માટે લખવાનો પ્રયત્ન કર્યો છે. આ કથાઓમાં અનેક વિશિષ્ટ ગુણો કેવી રીતે મેળવાય અને તે મેળવનારાઓ કેવી રીતે શ્રેષ્ઠ ઐહિક તથા આત્મિક સુખ પામે તે બતાવવા કથાકારે સારી રીતે પ્રયત્ન કરેલ હેય છે. આ કથાઓને મૂળ વિભાગ જેન ધર્મનાં મૂળ સૂત્રને આધારે લેવામાં આવેલ હોય છે અને કર્તાઓએ તે વિષય ચર્ચવા સાથે તેમાં તેની કવિત્વ શક્તિ ઘટાવેલી હોય છે. આવી કથાઓ માગધી, સંસ્કૃત અને ગુજરાતી દરેક ભાષામાં લભ્ય છે. ખાસ કરીને સંસ્કૃતમાં અને તેને આધારે રચાયેલ રાસાઓમાં કથાઓ ઘણી લખાયેલી છે. કથાસાહિત્ય જૈનમુનિઓએ જેમ બને તેમ વધારે લખવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃતમાં તે આવા ગ્રંથે ઘણું છે, નાનાં મોટાં પલ અને ગદ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102