________________
‘કોઈ વાત મારા લક્ષ બહાર નથી. ભય ખડો કર્યો તો એવો ખડો કરવો કે સાંભળીને કે નીરખીને માણસનાં મન જળ વગરની માછલીની જેમ ફડફડી ઊઠે ! ને જેમ માછલી આપોઆપ જળ તરફ ખેંચાય એમ માનવમાત્ર આપણા શાસનને સામે પગલે આવીને વધાવે. એ માટે આવતી કાલે આયુધશાળામાં મળીશું. મહારથી સુષેણ ! યાદ રાખો કે જેણે ચક્રરત્ન જેવા અપૂર્વ રત્નને સુલભ કર્યું. એને બીજું કઈ દુર્લભ નહિ રહે ! અરિ-માત્રનો સંહાર ! જંગલોના અરિ, વન-પર્વતના અરિ, કુળના અરિ, માનવતાના અરિને સંહારવા ભરત જુદ્ધે ચઢશે. ભગવાન ઋષભદેવના કુળનો તો એ મહામંત્ર છે. બોલો, અરિના હણનારને નમસ્કાર ! નમો અરિહંતાણં.’
નમો અરિહંતાણં ! સ્વામી જયવંતા વર્તો ! છ ખંડની પૃથ્વીના વિજય માટે મનુષ્ય ને પશુ અનર્ગળ જોઈશે. જનપદ માત્રને—કૃષકને, પશુપાલકોને આમંત્રણ પાઠવું છું !’
પણ
ભરતદેવે સંમતિસૂચક મસ્તક હલાવ્યું ને પુનઃ આત્મનિમજ્જન માટે વિચારમગ્ન બની ગયા. સેનાપતિ સુષેણ અને મહામંત્રી સુમતિસાગર નમસ્કાર કરી ચાલી નીકળ્યા.
Jain Education International
સવી જીવ કરું શાસન૨સી * ૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org