Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 178
________________ તે ચક્રવર્તી ! ભલે પછી એ કુંભાર હોય ને એની સંપત્તિમાં માત્ર ચક્રને બદલે ચાકડો જ હોય. આપણી દુનિયાના ડાહ્યા એ દુનિયામાં મૂરખ ઠરે છે. ત્યારે તમે એની રૂપ-છટાથી અંજાઈ એના નામ-ઠામ જાણ્યા વગર, એની સાથે કંઈ પૂછપરછ કર્યા વગર, તમારી મેળે તમારા ચક્રવર્તી માટે એનું નક્કી કરી નાખ્યું, કાં ?” ‘હા સ્વામી !” સિપાઈઓ, હાર કબૂલ કરતા હોય તેમ, છોભીલા પડીને બોલ્યા. જેમ એક ભક્ત સારુ ફૂલ જોઈ પોતાના ઇષ્ટદેવને ચઢાવવા ઇચ્છે તેમ !” સેનાપતિ જયકુમારે સ્વામીભક્ત સૈનિકોનો બચાવ કરતાં કહ્યું. પછી એ ફૂલ આપણું છે કે નહીં, આપણા બાગનું છે કે નહીં, એ ચઢાવવા યોગ્ય છે કે નહીં, એ કશું જ નહીં જોવાનું, કેમ ? સુંદર ફૂલ જોયું એટલે હક આપણો, એમ જ ને ? આપણા હકને ન માને એની પાસે બળ દાખવી એ હક કબૂલ કરાવવો, કેમ? સેનાપતિજી ! આ ન્યાય ક્યાંનો ? આ શાસન કોનું?' ભરતદેવે જરા ભાર દઈને કહ્યું. સૈનિકો કંઈ ઉત્તર વાળી ન શક્યા. તેઓ પોતાની ભૂલને સમજ્યા; સમજીને શરમાઈ રહ્યા. શરમાશો નહિ. સૈનિકો ! આ ભૂલની પાછળ પણ તમારી નિઃસ્વાર્થતા ને તમારા સ્વામી પ્રત્યેનો તમારો નિઃસ્વાર્થ પ્રેમ જ રહેલાં છે એ હું સમજી શકું છું. પ્રેમ ભૂલ કરે જ. ભૂલ ન કરે તો પ્રેમ નહિ. પણ એ ભૂલ નિર્દોષ હોય. તમે જાણો છો કે એક સત્તાધારી રાજા પ્રજા કરતાં વધુ બંધનોથી બંધાયેલ છે. દરેક માણસ પોતાની સત્તા વાપરે તો એમાં વિવેક ન રહે, અર્થનો અનર્થ થાય, માટે ડાહ્યા માણસોએ સત્તાનું એક કેન્દ્ર રચ્યું, અને બધી સત્તા ત્યાં એકત્ર કરી, ને એક વિવેકીને સત્તાસંચાલન માટે નીમ્યો. એ સંચાલક તે, જેને તમે રાજા કહો છો તે. “એ રાજા વિવેકી બનીને પ્રજાના ભલા માટે સત્તા વાપરે ત્યાં સુધી સત્તાધારી, અને જ્યારે સત્તાને પોતાના શોખ ખાતર વાપરે ત્યારે સ્વેચ્છાચારી ને સ્વચ્છંદી. સુંદર ફૂલ હોય, સ્વયં આવે, પ્રફુલ્લે, બાગને શોભાવે, એવાં બીજાં ફૂલડાં ખિલાવે, એમાં તમારા ચક્રવર્તીની સંમતિ જ હોય ! એમાં તો તમારા ચક્રવર્તીની શોભા જ વધે ! બાકી ક્યાંક સંપત્તિ જોઈ કે એ તમારા ચક્રવર્તીની, નીતિશિક્ષણ ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234