Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 207
________________ હજો,* ભરતદેવે સુભદ્રાદેવીનો સ્વીકાર કરતાં કહ્યું, ને ઉમેર્યું, “મારી એક ઇચ્છા છે. આપ બંને પાછા વળો, અને આપનું રાજ્ય આપ જ શોભાવો.' ભરતદેવ ! એ હવે અશક્ય છે. અમે દઢ નિશ્ચય કરીને જ આવ્યા છીએ.” “કમ્મ શૂરા સો ધમ્મ શૂરા ! આપની વીરતાને અનેકશઃ વંદન છે. જગતને જીતનાર જગન્જતા કરતાં જગતના સામાન્ય ભોગોનો પણ ત્યાગ કરનાર વધુ વિર છે. આપ જાઓ છો, તો ભલે જાઓ. પણ આપના પુત્રો એ સિંહાસન શોભાવે એટલી મારી વિનતિનો સ્વીકાર કરતા જાઓ. ભરત એમનો શિરછત્ર બની રહેશે, એ રીતે પ્રાયશ્ચિત્ત કર્યાનો સંતોષ અનુભવશે. ‘તથાસ્તુ !' નમિરાજે ને વિનમિરાજે ચક્રવર્તીની ઇચ્છાનો સ્વીકાર કરતાં આ બે મહાવીરોના ત્યાગને સહુ અભિનંદી રહ્યા. - ભરતદેવે અંજલિ રચી એમને પ્રણામ કરતાં કહ્યું : “ખરેખર ! ભારતને તમે પરાજિત કર્યો. હું જીતી જીતીને હારી ગયો. હું સર્વ કોઈની સમક્ષ મારી હાર કબૂલ કરું છું. સંસારમાં જે ત્યાગે છે, તે જ મોટો છે – ન કે જે ભોગવે છે તે !' ૧૯૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234