Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 208
________________ ૨૩ ચૌદમું રત્ન યુદ્ધનાં શોણિતભીનાં રંગછાંટણાને સ્થાને હવે લગ્નનાં કંકુકેસરનાં છાંટણાં થવા લાગ્યાં. યુદ્ધનાં વાજિંત્રો તકસાધુ રાજપુરુષોની જેમ વખત જોઈને પોતાનો આલાપ બદલી બેઠાં. એ લગ્નની સૂરાવલિ રચવા લાગ્યાં. સમરભૂમિના સૈનિકો પણ ‘મારો મારો’ના ઉચ્ચારને બદલે ‘જયજય’ના સ્વરોચ્ચાર કરવા લાગ્યા. લોહીતરસી ભૂમિ પર એકાએક પ્રેમનાં ને બંધુત્વનાં તરુ પાંગરવા લાગ્યાં. ભૂમિકા તો તૈયાર જ હતી. સહુ ભગવાન ઋષભદેવના જ અનુયાયીઓ હતા. એક ધર્મના ઉપાસકોમાં વેરભાવ કેવા ? એ તો એક હતા ને એક બની રહ્યા. જનવાદ કહેવા લાગ્યો કે લાકડીએ માર્યાં જળ કદી જુદાં પડ્યાં છે કે આજે પડશે ? મહારાજ ભરતદેવ ને દેવી સુભદ્રાની જોડી જુગતે જોડાઈ હતી. મેઘને જાણે વીજળી મળી હતી. શંકરને જાણે પાર્વતી ભેટી હતી, શોર્યને જાણે શક્તિ વરી હતી. ભરતસેનાના સૈનિકોના હર્ષનો પાર નહોતો. સહુ એ વાતમાં શ્રદ્ધા ધરી રહ્યા હતા કે આ યુદ્ધનો વિજય કોઈ અતદ્રિય શક્તિને આધીન હતો. બાહ્ય દેખાવ ભલે નમિ-વિનમિ નમ્યાનો હોય, પણ એ નમાવનારું બળ ભરતદેવની સેનાના શસ્ત્રોનું નહોતું, એમાં કોઈ અદૃશ્ય બળ કામ કરી ગયું હતું ને એણે માત્ર રાજપલટો જ નહિ, હૃદયપલટો પણ સાધ્ય કર્યો હતો. ખરો વિજય તે આનું નામ, જેમાં માણસ માણસ બને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234