Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 221
________________ કારણ છે, અને તે મહત્ત્વનું કારણ છે, સુંદરી ! ભરતને તું પાષાણ ન સમજતી !” તો શું સમજું ? મારે તો દેવનાં વર્ણન મોટાં ને દર્શન ખોટાં જેવું થયું !” એવું નથી થયું. ભરત પણ માણસ છે. ચક્રવર્તી થવાથી એ કંઈ માણસ મટી ગયો નથી ! માણસના દિલમાં સ્નેહનું ફૂલ હંમેશાં રહે છે ! ભરતદેવ હવે કંઈક સ્પષ્ટ થવા ઇચ્છતા હતા.” સ્નેહનું ફૂલ?' ‘હા, સ્નેહ-શૂલ !” કેવું?' સુભદ્રાને આ પાણી ઊંડાં લાગ્યાં, એને વાતમાં રસ જાગ્યો. જાણે છે કે મને દિગ્વિજય કરવા માટે નીકળ્યાને કેટલાં વર્ષ થયાં ?” ઘણાં.” એટલાં વર્ષથી એક સુંદરી અયોધ્યાના સૂના આવાસોમાં એકાકી જીવન ગાળતી ભારતની રાહ જોતી બેઠી છે !' ‘સુંદરી? મારાથી પણ વિશેષ સુંદર ?? સુભદ્રાદેવીએ પૂછયું. એ શબ્દોમાં સૌંદર્યનો દઈ ગુંજતો હતો. અવશ્ય! દેહથી પણ સુંદર ને આત્માથી તો અનેક ગણી સુંદર સુંદરી એટલે સંસારનું સર્વોત્તમ સોંદર્ય !' “તો પછી એનો સ્વીકાર કેમ ન કર્યો ? એનેય તમે તરસતી રાખી ? વાહ રે રાજા ! તમે શત્રુસંહાર કરીને ચક્રવર્તી પદ તો મેળવ્યું છે, હવે સ્ત્રીસંહાર કરી કયું પદ મેળવવા ઇચ્છો છો ? જે તમને ચાહે અથવા જેને તમે ચાહો એનો સ્વીકાર કરવો એ તો સામાન્ય ગૃહસ્થાઈની ફરજ છે.” સુભદ્રાના શબ્દોમાં ઈર્ષા હતી, ઉપાલંભ હતો. દેવી ! પણ સ્વીકાર કરું કેવી રીતે? દેહથી એ એટલી પવિત્ર છે કે સદા અસ્પૃશ્ય છે આત્માથી એ એટલી સુંદર છે કે એને સ્પર્શ કરવો મારા જેવા માટે અશક્ય છે, કેટલાંક ફૂલ દર્શન કરીને પાવન થવા માટે જ હોય છે. સ્પર્શ કરવા માટે નહિ !' ભરતદેવ કહેતા કહેતા વ્યાકુળ થઈ ગયા. તમારી વાતો ગહન છે, હું સમજી શકતી નથી. તમારો વર્તાવ સ્વમાનભરી ૨૦૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234