Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 220
________________ સંસારમાં કોઈ એકલું કે એકલવાયું નથી. ! અહા, જીવમાત્રને એક થવાની કેટલી તમન્ના ! પણ રે ! સર્પ કરતાંય માણસ વધુ ઝેરી નીવડ્યો ! મને તો વગર સર્પદંશે વિષ વ્યાપી ગયું છે !’ આમ બોલતી બોલતી સુભદ્રાદેવી એકદમ નીચે ઢળી પડી; એ બેભાન બની ગઈ ! ચક્રવર્તી દોડ્યા. એમણે સુભદ્રાને ઉપાડી લીધી. એની ધ્રૂજતી કાયાને પોતાનું ઉત્તરીય લઈને ઓઢાડી દીધું. ધીરેથી કેશ ૫૨ હાથ પ્રસાર્યા. ઢાલ જેવી પીઠ પર હાથ ફેરવ્યો. પૃથ્વીના જીતનારને આ પદ્મિનીને જીતવી દુષ્કર લાગી. એમણે ગંગાદેવીને મદદે બોલાવવા પ્રયત્ન કર્યો, પણ એ તો ભારે વિચિત્ર નીકળી. દેવી સુભદ્રા બેભાન બની કે તરત જ મોં મલકાવી આછાં વસ્ત્રોનું સોડિયું વાળી, આંખો નચાવતી પોતાનું વાજિંત્ર લઈ અદૃશ્ય બની ગઈ ! સ્વૈરવિહારિણી સ્ત્રીનો ભરોસો શો ? રાત વધતી ગઈ. શીતલતા વૃદ્ધિ પામતી ગઈ. સૃષ્ટિ માત્ર અભેદ સાધી રહી.પણ સંસારના સર્વશ્રેષ્ઠ લેખાતાં આ બે માનવી દિલની દુવિધામાં દુઃખી દુઃખી થઈ રહ્યાં. પાસે પાસે છતાં દૂરનાં દૂર રહ્યાં. ધડકતા હૃદયના ધડકારા પરસ્પર સંભળાતા હતા, છતાં એ જીવલેણ ભેદનું અભેદ સાધી ન શક્યા. ચંદ્રોદય થયો. ગુફાવાટે એ ચંદ્રની સુધા ઉજ્વલ કૌમુદી–સુભદ્રાદેવીના મુખ ૫૨ રેલી રહી. એક તો પ્રકૃતિદત્ત સૌંદર્ય ને એમાં આ ચાંદનીનો પ્રકાશ; ચક્રવર્તી જાણે મહાસાગરમાં ઊગેલી કોઈ કોમળ કળી સમી પોયણીને પેખી રહ્યા ! પણ એ તો પાવક હતો, પેખનારનેય બાળતો હતો. ચક્રવર્તીના અંતરમાં આજ સુધી ન ખેડાયેલું યુદ્ધ જાગી ગયું. ઘડી વા૨માં એ અસહાય બની જતા લાગ્યા, ઘડી વારમાં જીતી જતા લાગ્યા. વખત એમ ને એમ વીતતો ચાલ્યો. એકાએક સુભદ્રાદેવીએ આંખ ઉઘાડીને કહ્યું : ‘ચક્રવર્તી ! શું હું તમારે માટે પરસ્ત્રી છું ?” ‘ના !’ ઉત્તર આપનારના હૃદયમાં પણ જાણે આછા ભૂકંપના આંચકા જાગ્યા હતા. ‘તો પછી ? સંસારમાં થતું આવ્યું છે ને થાય છે. પોતાની પત્ની સાથે આવા વ્યવહારનું કારણ ?’ ગંગાવિહાર ૭ ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234