Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 225
________________ લાગ્યા. માણસ એક ને મુસીબત સો જેવું થઈ રહ્યું ! ચક્રવર્તી બિછાનામાંથી ઊભા થયા અને આવાસમાં આંટા મારવા લાગ્યા, પણ પેલું ગીત તો એમને હજીય વીંધી જ રહ્યું હતું. એ રહી ન શક્યા; એકાએક બહાર નીકળી આવ્યા ને સ્વરની દિશામાં ચાલ્યા. એક વૃદ્ધ બંદીજન પાષાણના શિલાખંડ પર બેઠો બેઠો ગાતો હતો. એના કેશ શ્વેત થયા હતા, એનાં નેત્ર ઝંખવાયાં હતાં, એની કાયામાં કંપ જાગ્યો હતો; છતાં દૂર દૂર જનમભોમમાં વસનારી માતા અને પ્રિયતમાની યાદનાં ગીતની સાથે એનાં નેત્રોમાંથી આંસુ ટપકતાં હતાં ! પુણ્યપ્રભાવ ! આજે તારા ગીતમાં આ વિલાપ કેવા ? કંઈ દુઃખ, કંઈ અન્યાય, કંઈ અધર્મ !” ચક્રવર્તીએ પ્રેમભાવે પ્રશ્ન કર્યો. ‘સ્વામી, અહીં તો સ્વર્ગનું સુખ છે, સેવકને !” તો પછી રડે છે શા માટે ? સ્વર્ગના સુખ કરતાં જન્મભૂમિનું સુખ વધારે છે, એની યાદમાં રહું . મહારાજ ! એ મારા માટીના કૂબા, એ મારી પીંપળાના વૃક્ષની છાયા, એ મારી ચાંદીના તાર જેવા વાળથી શોભતી પત્ની, એ મારી અંધ માતા, એ મારું બાડિયું કૂતરું, એ મારી વિમળા ગૌ, એ મારા સરયૂનાં રેતીકણ, એ મારા મસ્ત ચાલે ચાલતા મસ્તાન ગોધા–એ બધાં આજ યાદ આવ્યાં છે. હીરા, માણેક ને સુવર્ણમાં તો આપનું આપ્યું કંઈ ઓછું નથી, પણ આ મનની માયા પાસે જાણે એ બધાં માર્ગના પથરા જેવા લાગે છે. સ્વામી! જે માટીમાં જન્મ્યો, અને ખેલ્યો, એ માટીની માયા આજે અંતરમાં જાગી છે.” માટીના માણસને સાચી માયા માટીની જ હોય. સુવર્ણના ને સત્તાના મોહ વ્યર્થ છે. અરે, તારા જેવા સામાન્ય માનવીને માતૃભૂમિની માયા જાગે, તો અમને શું થતું હશે !” મહારાજ ! આપ દિગ્વિજયે નીકળ્યા છો. આપને એવી માયા નિરર્થક !' – આચાર્ય કમલપ્રભપિરિચિત “પુંડરીકચરિત્ર' (વિ. સં. ૧૩૭૨) ૨૧૦ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234