Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 233
________________ આકાશને ભરી દેતા, પાતાલને વીંધી નાખતા, પૃથ્વી પરથી લીલા આ જયધ્વનિએ દિશાઓને બધિર બનાવી દીધી ! પણ આવા ધન્યપ્રસંગે તો માણસ સોળ કળાનો થઈને રહેવો જોઈએ, ત્યારે ભરતદેવ એકાએક શૂન્યમનસ્ક કો બની ગયા ? એ દેહરૂપે ત્યાં રહ્યા પણ એમનો અંતરરામ આખી મેદનીની વચ્ચેથી જાણે ક્યાંક ખોવાઈ ગયો ! ચક્રવર્તી જાણે ગરીબડા બની, ઓશિયાળા થઈને પોકારી રહ્યા : રે આત્મપ્રિય સુંદરી !” સુંદરતાની ખાણ જેવાં મહારાણી સુભદ્રા તો પડખે ઊભાં છે, છતાં આ કોની ખોજ ? – લોકો વિમાસી રહ્યા. ‘રે સુંદરી ! હું – તારો ભરત – છ ખંડનો વિજય કરીને આવ્યો છું. છતાં તું વધામણે કાં ન દેખાય ?’ ભરતદેવ ફરીને પોકારી રહ્યા. પણ એ શબ્દો લોકોની ભીડમાં ને પ્રજાના જયજયકારમાં વિલીન થઈ ગયા ! દૂર દૂર સંતપ્ત આકાશમાં વાદળી દેખાય અને મોર ટહુકાર કરે, ગળાના બબે કટકા કરીને ઊંચે સાદે પોકાર કરે એમ ચક્રવર્તીએ ફરી પોકાર કર્યો : ‘સુંદરી !” પણ અફસોસ ! ફરીથી જાગેલા શબ્દાર્ણવના મહાઘોષમાં ચક્રવર્તીના એ શબ્દો ડૂબી ગયા ! વિજયોત્સવની તૈયારીઓ ખૂબ ધામધૂમથી થઈ રહી ! ૨૧૮ ચક્રવર્તી ભરતદેવ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234