Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 211
________________ રહી. પછી એણે ધીરેથી કહ્યું: “ખગના ખેલાડીને પ્રેમના ખેલ શીખવાના હજી બાકી લાગે છે ! શાળામાં પ્રવેશ કરતો નવો વિદ્યાર્થી જેમ છટકી જવાનાં બહાનાં શોધે, એમ ચક્રવર્તી પણ બહાનાં શોધી રહ્યા છે કે શું?” સુંદરી જરા લાડમાં ને કટાક્ષમાં બોલી; અને જેમ નક્ષત્રમાળા રસરાજ ચંદ્રને અનુસરે તેમ મૂંગી મૂંગી તેમને અનુસરી રહી. ચક્રવર્તી પોતાની સેનામાં આવ્યા. સદા એકાકી રહેતા સ્વામીને આજે સજોડે જોઈ આખી સેનાનો આંનદ ઊભરાઈ રહ્યો. આંખોનાં જાણે તોરણ બંધાયાં. અંતરનાં જાણે અમી છંટાયાં. સેનાપતિ અને મંત્રીરાજ આગળ આવીને નમી રહ્યા. હવે સિંધુ અને ગંગાના શેષ પ્રદેશો જીતવા આપણે શીધ્રાતિશીધ્ર નીકળવું રહ્યું. ભરતદેવે તેઓને ઉદ્દેશી કહ્યું. સ્વામી નિશ્ચિત રહે. આપની અનુજ્ઞાની જ રાહ છે. સેનાપતિ જયકુમાર પ્રસ્થાન માટે સજ્જ છે !” મંત્રીરાજે કહ્યું. ‘સેનાપતિ નવા છે !” સ્વામી ! સૂર્ય દૂર રહ્યું રહ્યું પણ દેશદેશાંતરમાં પોતાનો પ્રતાપ પ્રસારે છે. આપના પ્રતાપથી એ દેશોએ આપની સરનશીની સ્વીકારી છે. આ તો ફક્ત રીતનું રાયતું છે; શાસન પ્રચાર માટે જ જવાનું છે,’ સેનાપતિ સુષેણે કહ્યું. “ધન્ય મંત્રીરાજ ! ધન્ય સેનાપતિ ! તમને રત્ન કહ્યા છે, તે તમે સાચેસાચ રત્ન જ છો, સ્વામીનો ભાર સ્વયં વહો છો; સેવકપદને ચરિતાર્થ કરો છો !” મહાદેવી સુભદ્રાએ વચ્ચે પ્રશસ્તિ રચતાં કહ્યું. ‘આજ અમારા આનંદનો પાર નથી, અમારા ઉત્સાહને સીમા નથી. સ્વામિની ! તેર તેર રત્નો ઉપસ્થિત હોવા છતાં, એક સ્ત્રીરત્ન વિના ચક્રવર્તીનું શાસન સદા ઊણું ઊણું લાગતું હતું–અનેક તારકો હોવા છતાં, ચંદ્રરેખ વગર આભ નિસ્તેજ લાગે તેમ. સ્ત્રીરત્ન માટે અમારી અંતરની ઝંખના હતી. આજ આપે એ પૂરી પાડી ! પખંડની વિજયયાત્રામાં અમે સહુએ તો ઘર જેવો આંનદ માણ્યો છે. પણ સ્વામીની હસતી મુખમુદ્રાની નીચે અંતરમાં સદાકાળ ગ્લાનિનું વાદળ રહ્યા કર્યું છે. એ વાદળ હવે આપ વિખેરી નાખશો, એવી અમને આશા છે. મંત્રીરાજે કહ્યું. ૧૯૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234