Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 215
________________ એ ગઈ....ગઈ....ગઈ ! અરરર! ગંગાના જળ બુડબુડ કરવા લાગ્યાં. બીજી જ પળે પુરુષે પાણીમાં ઝંપલાવ્યું. માછલીની જેમ સરી જતી સ્ત્રીને એણે પકડી પાડી, પણ એ સ્ત્રીય પાક્કી લાગી. એ એવી રીતે છટકી કે પુરુષના હાથમાં માત્ર એનું ઉત્તરીય જ રહ્યું. પુરુષ એની પાછળ ચાલ્યો. નૌકાવિહાર તો એને ઠેકાણે રહ્યો, ને અહીં જલવિહાર આરંભાઈ ગયો ! જાણે બે માનવમનસ્ય એકબીજાંની પાછળ સરી રહ્યાં. પ્રકતિદેવીને આંખો હોત તો, એ અવશ્ય આ દૃશ્ય જોવાને થોભી જાત. ગંગાનો નીલવર્ણો પ્રવાહ, અંદર તારાના પડછાયા, એમાં રમતાં આ બે સુવર્ણનાં માનવમત્સ્ય ! કોને વખાણીએ ને કોને વખોડીએ ? એક દેહને નિહાળીએ એટલે એમ જ લાગે કે સંસારમાં સ્ત્રી-દેહ જ સુંદર ! બીજા દેહને નિહાળીએ તો એમ જ લાગે કે સ્ત્રી-દેહની સુંદરતા વ્યર્થ ! સંસારમાં સૌંદર્યની સાર્થકતા તો પુરુષદેહમાં જ ! આમ, ગંગાનદીમાં સંસારની સર્વોત્તમ સ્ત્રીદેહયષ્ટિ ને પુરુષદેધ્યષ્ટિ ગગનગણના આચ્છાદન નીચે વિહરી રહી. આખરે પુરુષ સ્ત્રીને પકડી લીધી, અથવા સ્ત્રી પકડાયાનો ઢોંગ કરી રહી. પુરુષ સ્ત્રીને બે હાથમાં ગ્રહી લીધી. અરે ! જાણે એક મેરુશિખરને બીજા મેરુશિખરે ઝીલી લીધું ! - સ્ત્રી પુરુષને દઢ રીતે આલિંગી રહી. પુરુષદેહની માદક સોડમને એ પોતાની ધ્રાણેન્દ્રિયથી તૃષાતુરની જેમ પાન કરી રહી. ૨૦૦ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234