Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 209
________________ સુભદ્રાદેવીના રૂપસૌંદર્યને જોતાં તેઓ તૃપ્ત થતા જ નહિ. એમાં પણ ભરતદેવનું સાંનિધ્ય મળતાં એ રૂપ રસાયનની જેમ ચમકી રહ્યું હતું જાણે સુવર્ણ ને પારદનો અચિંત્ય શક્તિવંત સંયોગ થયો હતો. તેઓ પોતાના સ્વામી અને સ્વામિનીને જોતાં પલકનો પણ વ્યવછેદ સહન કરી શકતા નહોતા. બેમાં વધુ સુંદર કોણ, બેમાં કોણ કોનાથી ચઢે, બેમાં કોણ વધુ ફાવ્યું વગેરે પ્રશ્નો સહુ સ્વયં ચર્ચી રહ્યા હતા ને સ્વયં સમાધાન કરી રહ્યા હતા. જે રાત્રે ભરતદેવનાં સુભદ્રાદેવી સાથે લગ્ન થયાં, એ રાત્રિના પ્રભાતે નમિરાજ અને વિનમિરાજ રાજ્ય છાંડીને તપસ્વીના વેશમાં અરણ્ય ભણી ચાલ્યા ગયા. અષાડનાં પહેલાં વાદળોની જેમ એમણે ખૂબ ઘટાટોપ જમાવ્યો, પૃથ્વી પર પ્રલયંકર પરિસ્થિતિ પ્રગટાવી, એ વરસ્યા પણ ખૂબ ને વરસીને જાણે વિદાય લઈ ગયા. પૃથ્વી આખી સદ્ભાવનાનાં હરિયાળાં તરણાંઓથી શોભી રહી. સવૃત્તિભરી માનવધેનુઓ એ તરણાં ચરી રહી. : ‘સુંદરી ! નખિરાજ ને વિનમિરાજના ત્યાગની સુગંધથી આખી ધરિત્રી કેવી મહેકી રહી છે ! મનને એમ લાગ્યા જ કરે છે, કે કોઈના ત્યાગ પર આપણે આપણો વૈભવ ખડો કરીએ છીએ.' ભરતદેવે આત્મનિમજ્જન કરતાં કહ્યું. સુભદ્રાદેવીનો કમલ૨જ જેવો સુગંધી શ્વાસ એમના મુખને સ્પર્શી રહ્યો. ધરતીનો તો એ ધર્મ જ છે : એકની વેદનામાં અન્યનો જન્મ; એકના દુઃખમાં અન્યનું સુખ ! અને તો જ પૃથ્વી આટલી સુંદર રહે છે. પંકજને જન્માવવા ધરતીને કોઈને દીઠે પણ ન ગમે તેવા પંકસ્વરૂપ બનવું જ પડે છે ને !' આટલું કહેતાં સુભદ્રાદેવી આગળ વધ્યાં, ને એમના સૌંદર્યની ઝાંય ભરતદેવને અજવાળી રહી. ‘સુંદરી ! સંસારમાં કોઈનું બળ મને પરાજિત કરી શક્યું નથી, પણ કોઈના ત્યાગ પાસે મારો સ્વયં પરાજય થઈ જાય છે. આજ હું મારો પરાજય જોઈ રહ્યો છું. કેવા મહાન પિતાનો હું પુત્ર ! પણ કેવી મહાકાય અજગર જેવી મારી ભોગક્ષુધા !' ભરતદેવ સુખની આ ક્ષણોમાં આત્મગર્હામાં ઊતરી પડ્યા. રાજાના અને યોગીના ધર્મ જુદા જુદા હોય છે. રાજા જો કઠોર થઈ દંડનીતિ ન પ્રવર્તાવે, એકસૂત્રે પૃથ્વીને શાસિત ન કરે, તો એ રાજા તરીકે નિરર્થક ઠરે ! યોગીને સૂત્ર બધાં છેદી નાખવાનાં, રાજાને સૂત્ર બધાં સાંધેલા રાખવાનાં.’ ૧૯૪ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234