Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 205
________________ બંનેએ કલંકિત કર્યો. ભગવાનના શ્રેષ્ઠ પુત્ર તરીકે તમને ન શોભે તેવું આચરણ તમે કર્યું; ભગવાનના અંતેવાસીઓ તરીકે અમને ન શોભે તેવું કાર્ય અમે કર્યું !” ‘એનું પ્રાયશ્ચિત્ત ?’ ‘પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડશે, પણ તમારે નહિ. તમે તો છ ખંડ પૃથ્વી જીતી છે અને હજી ત્યાં વ્યવસ્થા સ્થાપવાની છે, પ્રભુનું શાસન પ્રવર્તાવવાનું છે. જે સૂત્રથી અવિચ્છિન્ન હાર ગૂંથાયો હોય, એ હારમાંથી બે-ચાર ફૂલ ભલે ખરી જાય, પણ એ સૂત્રને તો સુરક્ષિત જ રાખવું જોઈએ. અમારા રાજ સહિત સમસ્ત પૃથ્વીનું રાજ તમે રક્ષો ને ભોગવો ! તમારું ને અમારું – આપણ સર્વનું -- પ્રાયશ્ચિત્ત કરવા અમે સર્વ કંઈ ત્યાગીને ભગવાન વૃષભધ્વજને ચરણે જઈએ છીએ, જઈને પ્રાયશ્ચિત્ત માગીએ છીએ !’ “સર્વ કંઈ ત્યાગીને ? તો પછી આ યુદ્ધ શા કાજે ?’ ‘સંસારમાં અતિ થાય છે, તે અલ્પ માટે જ થાય છે. આપણે ખૂબ મોટો દ્વેષ જગાવ્યો, હવે એટલો જ મોટો પ્રેમ પ્રગટ કરીએ. એ સિવાય પ્રાયશ્ચિત્ત પૂરું નહિ થાય. એ વિના આપણી દુર્ભાવનાઓથી દૂષિત વાયુમંડળ સુરભિત નહિ થાય.’ ‘હું પણ એ માટે તૈયાર છું. આપ આજ્ઞા કરો !' ‘આજ્ઞા માત્ર એક : મારી એક પ્રેમ-ભેટ સ્વીકારો !’ ‘અવશ્ય, જે આજ્ઞા કરો તે સ્વીકારું. મને મારા વર્તનની લજ્જા આવે છે. કોની સામે હું યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો ? આ તો એક હસ્તે બીજા હસ્ત સાથે લડવા જેવું થયું ! મૂર્ખતાની તે કેવી પરિસીમા !’ ‘અતિ શોચ ક૨વાની આવશ્યકતા નથી. જેનો અંત સારો એનું બધું સારું. આ યુદ્ધ ન આવ્યું હોત તો આટલો પ્રેમભાવ પણ ન જાગત. પ્રેમભાવની પ્રતિમારૂપ અમારી પુત્રી સુભદ્રા આપના તરફ પ્રીતિવાળી બની છે. વૈભવમાં એ લક્ષ્મીનો અવતાર છે, સદ્ગુણમાં એ સરસ્વતીનો નમૂનો છે. એને આપ સ્વીકારો ! યુદ્ધમાં આ પ્રકારની સુલેહ અમારી સ્વભાવગત વસ્તુ નથી. આટલી નમ્રતા અમે કોઈ વાર અનુભવી નથી કે દાખવી નથી. પણ અમારી એ પ્રેમમૂર્તિ પુત્રીએ આજે અશક્યને શક્ય કર્યું છે. યુદ્ધના પ્રારંભથી શસ્ત્ર હાથમાં પકડવાને ૧૯૦ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234