Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 189
________________ આમ વર્ષો વીત્યાં. છતાં તેઓ ભગવાનની છાયાને તજી ગયા નહીં. આ પછીની વાત માટે બે પ્રકારની કિંવદન્તી છે : કેટલાક કહે છે, કે ખુદ ભગવાને એમને દિશાસૂચન કર્યું; કેટલાક કહે છે, કે એક વાર નાગેન્દ્ર નિકાયનો રાજા ધરણેન્દ્ર ભગવાન પાસે આવ્યો. એણે આ બે અપૂર્વ સેવકોની ભક્તિની ખ્યાતિ સાંભળી જ હતી; એને નજરે નિહાળી એ બહુ પ્રસન્ન થયો. એણે બંનેનાં દિલનું ઊંડાણ માપી જોવા પૂછ્યું : ‘અરે ! બે ચાતક જેમ મેઘરાજાને ભજે, એમ પ્રભુને ભજનારા તમે બે કોણ છો ?” ‘અમે ભગવાનના અનુચરો છીએ.’ ‘પૂર્ણિમાની રાત્રિના પ્રાંતભાગે શોભતા સૂર્ય ને ચંદ્ર સમા તમારાં નામ શાં છે ?" ધરણેન્દ્રને આ યુવાનોની યુવાની ભાવી ગઈ. ‘અમે નમિ ને વિનમિ છીએ. પ્રભુનાં અમે સગાં છીએ; પ્રભુ અમને પુત્ર સમ પાળતા. તેમના જ આદેશથી અમે દેશાંતર ગયા હતા. પ્રભુએ રાજધર્મ પ્રવર્તાવી આત્મધર્મ માટે અયોધ્યા તજી ત્યારે સહુને પૃથ્વી વહેંચી આપી. અમે એ વખતે ક્રૂર હતા, તેથી સાવ કોરા રહી ગયા. એટલે અમારો ભાગ માગવા અમે અહીં આવ્યા છીએ.” ‘ભલા શરદ ઋતુના મેઘ પાસે ચાતક કદી જતું હશે ?’ ધરણેન્દ્રે હસતાં હસતાં કહ્યું, ‘ભગવાન આજે જળરહિત સરોવર સરખા, છાયા વિનાના વૃક્ષ સરખા, ને વરસી ચૂકેલા વાદળ જેવા છે. પાનખરમાં વૃક્ષ પર્ણમાત્રનો ત્યાગ કરે એમ પ્રભુ સર્વસ્વનો ત્યાગ કરી તપશ્ચર્યા કરે છે. એમની પાસે માગવાનું શું ? અને એ તમને આપે પણ શું ?’ ‘ચિંતામણિ રત્ન કોનું નામ ? એ હંમેશાં મનોવાંછિત આપે જ. ચંદ્રને લીધે ચંદ્રકાન્તમણિ આર્દ્ર બને, એમ અમે પ્રભુની સેવાથી કૃતકૃત્ય તો થયા છીએ જ. અત્તર મળવાનું હશે તો મળશે, સુવાસ તો મળી જ રહી છે. ભગવાન પ્રસન્ન થઈને આપશે તો લઈશું. બાકી કમળ સૂર્ય વિના અન્ય કોઈથી પ્રફુલ્લિત નહિ થાય.’ ‘ભગવાને તો પૃથ્વી ભરતને આપી દીધી છે; તમે ભરત પાસે જઈને ભાગ માગો,’ ધરણેન્દ્રે વાતને પલટો આપ્યો. ૧૭૪ ૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234