Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 197
________________ રાજદૂતને બીજું કંઈ બોલવાનું નહોતું; એને તો માત્ર માહિતી મેળવવાની હતી. અને એણે તો એથી પણ વિશેષ પગલું ભર્યું હતું. એટલે હવે એ ચૂપચાપ વિમાનમાં આરૂઢ થયો ને વિમાન ભરતસેના તરફ પાછું ફર્યું. ગયેલું વિમાન થોડી વારમાં પાછું ફર્યું. પણ એમાં ભરતદેવ કે રાજદૂતને બદલે મંત્રીરાજ સુમતિસાગર બેસીને આવ્યા હતા. એમણે પોતાના સ્વામીનો સંદેશ બંને ભાઈઓને કહી સંભળાવ્યો : ‘ચક્રવર્તી રાજા ભરતદેવ છ ખંડ પૃથ્વીને પોતાના શાસન નીચે લાવવા નીકળ્યા છે. એ કહેવરાવે છે કે ભરતશાસનને સ્વીકારો, પછી હું આવું. મારાં રત્નોને તમારી સીમામાં ત્રાસ વેઠવો પડ્યો છે, એટલે તમારે ક્ષમાયાચના માટે સર્વપ્રથમ અમારી સમક્ષ ઉપસ્થિત થવું.’ ‘એટલે શું ભરત અમને પણ આંખ દેખાડે છે ? અરે, એ નમિ—વિનમિની તાકાતને પિછાણતો નથી લાગતો ! જેનાથી વિદ્યાધરોય થર થર ધ્રૂજે છે, એ નમિ—વિનમિ ભરતને નમતું તોળશે ? અમે જીવનમાં કોઈની લાચારી કરી નથી, ને કરીશું પણ નહિ !’ નમિરાજે કહ્યું. ‘રે ! આ તો આપણો સગો છે ! એમાં લાચારી કેવી ?’ વિમિરાજે કહ્યું. ‘સાચું છે તમારું કથન !' સુભદ્રાદેવીએ વચ્ચે કહ્યું. એને આ વિલંબ અસહ્ય થતો જતો હતો. ‘તમને બંનેને ભરતનો મોહ વળગ્યો લાગે છે. પણ યાદ રાખો કે રાજકાજમાં સગપણ બધાં ભુલાઈ જાય છે. જે પળે તમે એનું શાસન સ્વીકાર્યું ત્યારથી તમે સેવક ને એ સેવ્ય ! આંગળી આપતાં પોંચો ખોશો ! મંત્રીજી ! જઈને તમારા ભરતને કહેજો કે સગા તરીકે આવો. એ રીતે આવશો તો સન્માન પામશો. ને સત્તાધીશરૂપે આવવું હોય તો શત્રુ તરીકે તમારો સખ્ત સામનો થશે.' મંત્રીરાજ પાછા ફર્યા. કેટલેક વખતે એક તીર આવીને સીમામાં પડ્યું એમાં ભરતદેવનો આદેશ હતો કે ‘ભરત-શાસનને સત્વર સ્વીકારો, નહિ તો જે દૃઢતાથી મુનિજનો રાગ-દ્વેષને જીતે છે, એ રીતે જ હું તમને જીતી લઈશ.’ નમિરાજ ને વિનમિરાજે આ પડકાર સામે યુદ્ધના પડહ બજાવ્યા. જોતજોતામાં ધમસાણ યુદ્ધ ચાલુ થઈ ગયું. ૧૮૨ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234