Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 192
________________ હા ભાઈ ! પ્રાતઃકાલમાં એ બધાને મળે છે. રાય કે રંક એની પાસે જઈને બેસી શકે છે, વાત કરી શકે છે, વિનોદ કરી શકે છે. આ રાજા તો સગા ભાઈબાપ જેવો છે.” “માજી ! ચક્રવર્તી ભરતદેવનું નામ સાંભળ્યું છે?” ના ભાઈ , જન્મ ધરીને આજ સુધી એ નામ સાંભળ્યું નથી. કોણ છે એ ? રથનો હાંકનારો સારથિ છે કે ચાકડાનો ચલાવનાર પ્રજાપતિ છે ?' એ તો છ ખંડ પૃથ્વીનો રાજા છે, રાજા !” “છ ખંડ પૃથ્વીનો રાજા? પારેવા ઉડાડનાર ભાઈ ! તને રાજાનો મહિમા શું સમજાય ? રાજા તો નમિ-વિનમિ, બાકી બધી વાતો ! હશે કોઈ રથવાળો ભરત ! ભાઈ ! તારે વિનમિરાજનાં દર્શન કરવાં હોય તો સવારે વહેલો ઊઠજે !” માજીને બીજી વાતો તરફ રુચિ ન લાગી. પ્રવાસીએ પારેવાં પલંગ નીચે મૂકી માંડ્યું ઊંઘવા. વહેલી થાય સવાર ! નમિ-વિનમિ ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234