________________
અને એની વ્યવસ્થા કરનારાઓની એક આખી સેના ઊભી કરી છે. અન્નપાનનો પુરવઠો સદા સંતોષકારક રીતે મળ્યા કરે, એ માટે કૃષિકારોને સંયુક્ત કર્યા છે, ગોપકુળને સંયોજ્યાં છે. સેનાના પહેલાથી છેલ્લા આદમીને પથ્ય, પૌષ્ટિક ને સુસ્વાદુ ભોજન આપવાની તેમની હોંશ છે. આપણે યુદ્ધની કૂચનું માનચિત્ર (નકશો, તેમને આપીએ એટલી વાર છે. સેનાને યોગ્ય સમયે ભોજન મળી રહી તેવી વ્યવસ્થા કરનાર છે.'
ખરેખર ! ગૃહપતિરત્નની સેવા જ આપણને તાકાતમાં રાખનારી વસ્તુ છે. પેટમાં પૂરતું પોષણ હોય તો જ સેનાના પ્રાણ થનગનતા રહે. શ્રીશેખર! એટલું યાદ રાખજો કે પાકશાસ્ત્ર એ ચિકિત્સાશાસ્ત્ર(વૈદક)નો બીજો પ્રકાર છે. અને અન્ન એ તો માણસના પ્રાણ છે. શ્રીશેખર ! તમારી સફળતા ઇચ્છું છું. તમને યોગ્ય સમયે કૂચનું માનચિત્ર મળી જશે. મહારાજ ભરતદેવ ગૃહપતિરત્નને બિરદાવતા આગળ વધ્યા.
સુમતિસાગર મંત્રીએ આગળ વધતાં કહ્યું :
“આ વિબુધશેખર આપણું વાર્ષિકરત્ન છે. વિશ્વકર્માની એ બીજી આવૃત્તિ છે. એક ક્ષણમાં એક નગર સર્જવાની શક્તિ એની પાસે છે. એણે સેનાના પડાવની વ્યવસ્થા સ્વીકારી છે. પહાડ ખોદીને રસ્તા કાઢવાની, ખીણ પર પુલ બાંધવાની, નદીઓ પર સેતુ બાંધવાની તમામ વ્યવસ્થા વિચારી રાખી છે. એક યોજનનો પહાડ એક રાતમાં ખોદીને સીધોસપાટ રસ્તો કરી શકાય તેટલા કારીગરો, તક્ષકો, વર્ધકો, મજૂરો ને શસ્ત્રાસ્ત્રની જોગવાઈ કરી છે. એ કહે છે, કે ભર જંગલમાં પડાવ નાખીને રહેલા ચક્રવર્તીના સૈન્યને પોતે અયોધ્યાના આવાસમાં છે, કે જંગલના મધ્યભાગમાં છે, એની એક વાર તો ભ્રાંતિ થઈ જશે.”
ધન્ય ! ધન્ય ! મંત્રીરાજ, રત્નો તો તમે મારી ઇચ્છાનુકૂલ જ શોધ્યાં છે. વિબુધશેખરજી ! રસ્તા એવા બનાવજો કે ચાલતા માણસના પેટનું પાણી પણ ન હાલે, અબોલ પ્રાણીના પગમાં કાંટો પણ ન વાગે,' મહારાજ ભરતદેવ વાર્ષિકરત્નને ટૂંકાક્ષરી સૂચના આપી ત્યાંથી આગળ વધ્યા.
આગળ ચાલતા પુરોહિતરત્ન સુમતિસાગર ને સેનાપતિ રત્ન સુષેણ, મહારાજ ભરતને અને તેમના મંડળને આવાસના એક ઊંચ ઝરૂખા પર દોરી ગયા.
૩૬
ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org