________________
વરદામદેવે ભાગ્યે જ આ શબ્દો પૂરા ઉચ્ચાર્યા હશે કે સણણણ કરતું એક તીર તેમની સભામાં આવી પડ્યું. વરદામદેવે તીર લીધું ને વાંચ્યું :
ભરતદેવ શાસનપ્રચાર માટે નીકળ્યા છે. શાસન સ્વીકારો વા યુદ્ધને અર્થે જાગ્રત રહો !'
આ સંદેશે વરદામદેવની આંખોને અગ્નિઝરતી બનાવી મૂકી. એણે પોતાની કોપાનલથી દઝાડતી દૃષ્ટિ ચારે તરફ ફેરવી, ને પોતાના કોપની કેવી અસૂર થઈ તે જાણવા ચાહ્યું. પણ આશ્ચર્ય સાથે એને જણાયું કે પોતે તો ભભૂકતો જ્વાલામુખી બની બેઠો હતો, ત્યારે એના સેવકો સાવ શાન્ત સરોવર જેવા થઈ બેઠા હતા. મનથી જાણે આપત્તિને એ ઇષ્ટાપત્તિ માની રહ્યા હતા. આ જોઈ વરદામદેવે આવેશમાં આવતાં કહ્યું :
‘શું તમે મારો તિરસ્કાર કરી, નવો સ્વામી ઇચ્છો છો ? તો મને પહેલેથી કહેજો.’
‘અમે સ્વામીદ્રોહી નથી’ બધા સેવકોએ કહ્યું : “પણ શાસનપ્રેમી જરૂર છીએ. જ્યાં જ્યાં ભરત-શાસન પ્રવર્યું છે, ત્યાં ત્યાં આખી સૃષ્ટિનું પરિવર્તન થઈ ગયું છે. અમારા તો આપ સ્વામી છો. આપ એમને સ્વામી તરીકે સ્વીકારી અમને અનુગૃહીત કરો !'
‘અવશ્ય !’ દૂરથી અવાજ આવ્યો : ‘વરદામદેવ ! મારી પણ એ જ સોનેરી સલાહ છે.’
આવી વણમાગી સલાહ આપનાર આગંતુક વ્યક્તિ ઝડપથી આવી રહી હતી. વરદામ ક્ષણભર મુમૂષુ સર્પની નજરથી એને નીરખી રહ્યો.
?
‘કોણ હતો એ ? કોણ છે એ બે માથાનો માનવી, જે મને શિખામણ આપવાની હામ ભીડી રહ્યો છે?” વરદામદેવે કોપાનલ વર્ષાવતાં કહ્યું.
આગંતુકે ખડખડ હસતાં કહ્યું ઃ છે તો તમારા જેવો સાગરતટવાસી. માથું પણ એને એક જ છે. પગ, હાથ ને આંખો પણ એને બે જ છે. એ પગથી ચાલીને આવ્યો છે, હાથથી એ વિનંતી કરવા આવ્યો છે. આંખોથી એણે જે જોયું છે, એ મુખથી કહેવા આવ્યો છે.' આમ બોલતો બોલતો આગંતુક નજીક આવ્યો કે તરત ઓળખાયો.
અરે ! કોણ માગધદેવ ? પૂર્વસાગરસીમાના અધિદેવ ?”
૮૬ ૦ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org