________________
થોડી વારે એક બંધ નૌકામાં સેનાપતિ સુષેણ પણ આવતા દેખાયા. તેઓ આ વ્યથાની સામે પોતાના દેહની વ્યથાને જાણે સાવ ભૂલી ગયા હતા ! ભરતસેનાનું દુઃખ એમને વ્યાકુલ કરી રહ્યું હતું. એમનું અંગેઅંગ હજી ક્ષત-વિક્ષત હતું, પણ એમનો ઉત્સાહ અજબ હતો. એ ઉત્સાહ સેનામાં પ્રાણ પૂર્યો.
ચર્મરત્ન ને છત્રરત્નની સેનામાં સહુ જોડાઈ ગયાં. જોતજોતામાં પાણીના પટ પર ચર્મનૌકાઓ પથરાઈ ગઈ. આખી સેના પાણી પર બાંધેલાં નૌકાઘરોમાં ચઢી ગઈ, ને તરવા લાગી.
મેઘ તો હજી પણ દેકારો બોલાવતા વરસી જ રહ્યા હતા, પણ છત્રરત્ન કમર કસીને ચર્મનૌકાઓ પર પોતાના માંડવા ખડા કરી દીધા હતા. વરસતું પાણી છત પર થઈને નીચે ઢળી જવા લાગ્યું. બબે ત્રણ ત્રણ દિવસના ભીંજાયેલા, ભૂખ્યાતરસ્યા સૈનિકો હવે કંઈક સ્વસ્થ થતા લાગ્યા.
પણ મેઘનું તાંડવ તો અવિરત ચાલુ જ હતું. ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ થયા પણ એ શમ્યું નહિ; હવે જાણે એ કદી શમશે જ નહિ! એ શમવાનાં કોઈ ચિહ્ન દૃષ્ટિગોચર થતાં નહોતાં ! જાણે અનન્તકાલીન આ મેઘવર્ષા હતી. સેનાને તો ચર્મરત્ન ને છત્રરને ઉગારી લીધી, પણ પેટનાં પુત્ર જેવાં પશુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો.
મહારાજ ભરતદેવનો કોપાનલ ધીરે ધીરે જાગતો હતો. ભયંકર નિશ્ચલતાથી બિડાયેલા એમના હોઠ જોઈને કોઈની વાત કરવાની પણ હિંમત ચાલે તેમ નહોતી. સેનાને ઉગારવાના દિવસો સુધીના સતત પ્રયત્નોથી ફરી બિછાના પર પટકાયેલા સુષેણનો જીવનદીપ અસ્તાચળની પ્રભા દાખવતો હતો. અને એ સમાચાર ભરતદેવને માટે અસહ્ય હતા. સુષેણને કંઈ થાય તો એમનો દિગ્વિજય કોડીની કિંમતનો બની જાય ! - સેનાપતિ સુષેણ સ્વામીનો પ્રેમ જાણતો હતો. એણે કહેવરાવ્યું હતું કે સ્વામી વગર બોલાવ્યા ન આવે, મને સારું છે. સ્વામીની વિષાદભરી મુખમુદ્રા જોઈશ તો મોત મને વહેલું ઘેરી લેશે. મહામંત્રી ભલે આવે ને સમાચાર લઈ જાય.
મહામંત્રી હમણાં સેનાપતિની મુલાકાત લઈને જ ચાલ્યા આવતા હતા. તેમણે બીજા વર્તમાન તો ઠીક આપ્યા, પણ એટલું ઉમેર્યું કે જો હવે વરસાદ બંધ ન રહે તો વકરેલા ઘા સુધરવા સહેલ નથી ! અને તો એ નિશ્ચિત છે કે વૈતાઢય ૧૨૮ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org